અનિલ કપૂરની નાની દીકરી રિયા કરી રહી છે લગ્ન! જાણો કોણ છે તેનો ભાવિ પતિ

અનિલ કપૂરની નાની દીકરી રિયા કપૂર શનિવારે એક સિક્રેટ લગ્ન સમારોહમાં કરણ બુલાની સાથે લગ્ન કરી રહી છે. લગ્ન પરિવારના સભ્યો અને ખૂબ નજીકના મિત્રોની હાજરીમાં થશે. ‘વીરે દી વેડિંગ’ની નિર્માતા રિયા કપૂર જુહુમાં તેના પિતાના બંગલામાં જ લગ્ન કરી રહી છે. અનિલ કપૂરના ઘરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ છે જેમાં ઘરની સજાવટ સ્પષ્ટ દેખાઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે રિયા અને કરણના લગ્ન 3 દિવસ સુધી ચાલશે.

રિયા અને કરણ છેલ્લા 13 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેઓએ તેમના સંબંધોને સાર્વજનિક રાખ્યા છે અને ઘણા પ્રસંગોએ બંને સોશિયલ મીડિયા પર એકબીજાને પ્રેમ વ્યક્ત કરતા પણ જોવા મળ્યા છે.

લગ્ન અંગે કરણે થોડા સમય પહેલા કહ્યું હતું કે જ્યારે સમય યોગ્ય હશે ત્યારે લગ્ન થશે. ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં કરણે કહ્યું હતું કે, ‘અત્યાર સુધી મારા માટે માત્ર કામ જ સૌથી મહત્વનું છે. હું લખી રહ્યો છું અને આ દરમિયાન ઘણા શો કરી રહ્યો છું. લગ્ન પોતાના સમય પર થશે.’

કોણ છે કરણ બુલાની- કરણ એક ફિલ્મમેકર અને પ્રોડ્યુસર છે. નેટફ્લિક્સની ડ્રામા સિરીઝ ‘સિલેક્શન ડે’ તેમણે જ પ્રોડ્યુસ કરી છે. કરણે એક એડ ફિલ્મમેકર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. 22 વર્ષની ઉંમરમાં જ તેમણે 500થી વધુ કમર્શિયલ માટે કામ કર્યું.

કામમાંથી બ્રેક લઈને કરણ ત્યારબાદ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ચાલ્યો ગયો હતો. પાછા આવ્યા પછી, તેણે ફરીથી પોતાનું કામ શરૂ કર્યું અને કમર્શિયલની સાથે સાથે ડોક્યુમેન્ટરીની દુનિયામાં પણ નામ બનાવ્યું. કરણ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ અનેક સિરીઝ માટે કામ કરી રહ્યો છે.

રિયા વિશે વાત કરીએ તો, તે ફિલ્મ નિર્માણ સાથે ફેશન ડિઝાઇનર તરીકે કામ કરે છે. તેણે આયેશા (2010), ખૂબસૂરત (2014) અને વીરે દી વેડિંગ (2018) જેવી ફિલ્મો માટે નિર્માતા તરીકે કામ કર્યું છે. આ ત્રણેય ફિલ્મોમાં તેની બહેન સોનમ કપૂરે અભિનય કર્યો છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Comment