આ 5 મોટી ભૂલને કારણે બરબાદ થઈ ગઈ ગોવિંદાની કારકિર્દી, નહિં તો આજે પણ હોત હીરો નંબર 1

હિન્દી સિનેમામાં ખૂબ ઓછા એવા કલાકારો છે જે સમયની સાથે પોતાનો સ્ટારડમ બચાવવામાં સફળ રહ્યા છે. તે જ સમયે જે કલાકારો સમયની સાથે પોતાનો સ્ટારડમ જાળવી ન શક્યા તેમાં 90 ના દાયકાના સુપરસ્ટાર ગોવિંદાનું નામ પણ શામેલ છે. 90 ના દાયકાવાળો જાદુ ગોવિંદા નવી સદીમાં પુનરાવર્તન કરી શક્યા નહીં. વર્ષ 1986 માં ફિલ્મ ઇલ્જામથી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનાર ગોવિંદાએ બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.

90 ના દાયકામાં ગોવિંદાએ ઘણી સફળ અને યાદગાર ફિલ્મો આપીને કરોડો દર્શકોને પોતાના દીવાના બનાવ્યા હતા. તેમની એક્ટિંગની સાથે દર્શકોએ તેમના ડાંસને પણ ખૂબ જ પસંદ કર્યો છે. પરંતુ દર્શકોને તે જાદુ, તે ડાંસ અને તે સ્ટાઈલ પછી જોવા ન મળી. તેની પાછળ ઘણા પ્રશ્નો અને ઘણા કારણો પણ છે. આજે, અમે તમને ગોવિંદાની કેટલીક ભૂલો વિશે જણાવીશું, જેના કારણે તેની કારકીર્દિ ડૂબી ગઈ.

રાજકારણમાં પ્રવેશ: ગોવિંદા હિન્દી સિનેમાના તે સ્ટારમાં શામેલ છે જેમણે એક સમયે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2004 માં તેમણે રાજકીય ઇનિંગ્સની શરૂઆત કરી હતી. કોંગ્રેસ પાર્ટીમાં તેઓ મુંબઈથી ચુંટણી લડ્યા હતા. તેમાં તેમને જીત પણ મળી હતી. પરંતુ ગોવિંદા રાજકારણમાં કાચા સાબિત થયા. ફિલ્મોની સાથે ગોવિંદા રાજકારણની દુનિયાથી દૂર થતા ગયા.

ઉંમર અનુસાર પસંદ ન કર્યો રોલ: વર્ષ 2007 માં જ્યારે ગોવિંદાએ સલમાન ખાન સાથે ફિલ્મ ‘પાર્ટનર’ માં કામ કર્યું હતું, ત્યારે તેની કારકિર્દીને નવી ઉડાન મળી હતી. પરંતુ આ ફિલ્મ પછી ગોવિંદા તેની વધતી ઉંમરના પાત્રોને પસંદ કરી શક્યા નહીં અને તે તેની કારકિર્દીની એક મોટી ભૂલ પણ સાબિત થઈ.

ઈગો ઈશ્યૂ: જણાવવામાં આવે છે કે, ગોવિંદાની કારકિર્દી ડૂબવામાં તેમનો ઈગ્ગો ઈશ્યૂ પણ શામેલ છે. એવું કહેવામાં આવે છે કે તેમના સ્ટારડમ દરમિયાન ગોવિંદા જબરદસ્ત ઇગો રાખતા હતા. આગળ જઈને ગવિંદાને ઈગો ભારે પડ્યો અને તેમનો સ્ટારડમ પહેલા જેવો ટકી શક્યો નહિં. અને તેમની કારકિર્દી ડૂબતી ગઈ.

ડેવિડ ધવન સાથે નારાજગી: એક સમયે બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક ડેવિડ ધવન અને ગોવિંદાની મિત્રતા ખૂબ પ્રખ્યાત હતી. સાથે મળીને તેઓએ અનેક હિટ ફિલ્મો આપી. ડેવિડ ધવનના નિર્દેશનમાં બનેલી ડઝન એક હિટ ફિલ્મોમાં ગોવિંદાએ કામ કર્યું હતું. 90 ના દાયકામાં અભિનેતા-દિગ્દર્શકની જોડીએ જબરદસ્ત હેડલાઇન્સ બનાવી અને સફળતા મેળવી. પરંતુ સમય જતાં આ મિત્રતા નબળી પડતી ગઈ. ધીમે ધીમે બંને દિગ્ગજો વચ્ચે મતભેદ થવા લાગ્યા. આજે પણ બંને એક બીજા સાથે વાત કરવાનું પસંદ નથી કરતા.

સલમાનથી પણ થયા નારાજ: એક સમય હતો જ્યારે સલમાન ખાન અને ગોવિંદા વચ્ચે દોસ્તીનો મજબૂત સંબંધ હતો. એવું કહેવામાં આવે છે કે સલમાન ખાન ઘણા પ્રસંગો પર ગોવિંદાની મદદ કરે છે અને ગોવિંદાએ પણ સલમાનનો આભાર વ્યક્ત કર્યો હતો, પરંતુ સલમાનથી ગોવિંદા તે સમયે નારાજ થઈ ગયા જ્યારે સલમાને તેમની પુત્રી ટીના આહૂઝાને બોલીવૂડમાં લોન્ચ કરવામાં કોઈ રસ ન બતાવ્યો. પરંતુ હવે બંને અભિનેતાઓ વચ્ચે કોઈ મતભેદ નથી. બંને ઘણીવાર ટીવી શોમાં સાથે કામ કરતા જોવા મળે છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Comment