1.5 કરોડનું જીમ, આલીશાન બંગલા અને કરોડોની કાર્સ, આવી લાઇફ જીવે છે પ્રભાસ

સાઉથ એક્ટર પ્રભાસને બાહુબલી થી હિન્દી ઓડિયન્સમાં ખાસ ઓળખ મળી. અને તેનાં ફેન્સની સંખ્યા પણ વધી ગઇ. એટલી કે તેને ‘ટોપ ટેન મોસ્ટ હેન્ડસમ એશિયન મેન 2021’ ની લિસ્ટમાં પહેલા સ્થાન પર જગ્યા અપાવી દીધી. એક્ટરે આ ખિતાબ તેનાં નામ કરીને દેશનું નામ ઉંચુ કરી દીધુ છે. મોસ્ટ હેન્ડસમ એશિયન મેન પ્રભાસે આ ખિતાબ ફક્ત ફેન્સની વોટિંગથી નથી મેળવ્યો. તે રિઅલ લાઇફમાં પણ ઘણો જ હેન્ડસમ છે. અને હેન્ડસમ હોવાની સાથે સાથે લગ્ઝુરિયસ લાઇફનો માલિક છે. તેની પાસે કરોડોની કાર, જિમ અને બે આલીશાન બંગલા છે. આવો આ એશિયાનાં મોસ્ટ હેન્ડસમ મેન પ્રભાસની લગ્ઝુરિયસ લાઇફ અંગે જાણીયે..

ખબરોની માનીયે તો, ફિલ્મ બાહુબલીથી ઘર-ઘરમાં પોપ્યુલર થયેલો પ્રભાસ 200 કરોડ રૂપિયાની પ્રોપર્ટીનો માલિક છે. તેની પાસે 1.5 કરોડ રૂપિાયનું જિમ, 60 કરોડનું ફાર્મહાઉસ અને કરોડો રૂપિયાની કાર છે. આ ઉપરાંત તે બે આલીશાન બંગલાનો માલિક છે.

પ્રભાસે કરણ જોહર નાં ચેટ શો ‘કોફી વિથ કરન’ માં આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેની પાસે હૈદરાબાદમાં ફાર્મહાઉસ છે તે ખાવાનો ખુબજ શોખીન છે. તેથી તેનું મન હોય ત્યારે તે ત્યાં જઇને રહે છએ અને તેની મન પસંદ ડિશીશનો લુત્ફ ઉઠાવે છે.

આ સાથે જ કહેવાય છે કે, પ્રભાસ પાસે બે આલીશાન બંગલા છે. એક હૈદરાબાદનાં પોશ વિસ્તાર જુબલી હિલ્સ અને બીજો ફિલ્મ નગર માં છે. તેણે આ 2014માં ખરીદ્યો હતો.

જો પ્રભાસનાં કાર કલેક્શનની વાત કરવામાં આવે તો, તેની પાસે એકથી એક લગ્ઝુરિયસ કાર છે. તે કાર્સનો શોખીન છે. તેની પાસે રોયલ્સ ફેન્ટમ છે જેનો ભાવ 8 કરોડ રૂપિયા ગણવામાં આવે છે. તે ઘણી વખ તઆ કાર ડ્રાઇવ કરતો પણ નજર આવ્યો છે.

આ ઉપરાંત તેની પાસે રેન્જ રોવર (3.89) કરોડ, જેગુઆર XJ (2 કરોડ રૂ.), BMW X3 (48 લાખ) અને સ્કોડા સુપર્બ (30 લાખ) જેવી લગ્ઝુરીયસ કાર્સ છે.

આપને જણઆવી દઇએ કે, પ્રભાસ એક્ટર બનતા પહેાલં એક એન્જિનિયર હતો. તેણએ હૈદરાબાદનાં શ્રીચૈતન્ય કોલેજથી B.Techનું ભણતર પૂર્ણ કર્યુ હતું. સાઉથ સિનેમા ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને તેલુગુ ફિલ્મોમાં તે કામ કરે છે. તેણે વર્ષ 2002માં આવેલી ફિલ્મ ‘ઇશ્વર’થી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યુ હતું.

આ બાદ તે વર્ષમ, રાઘવેન્દ્ર, એક નિરંજન, બાહુબલી- ધ બિંગનિંગ, બાહુબલી ધ કનક્લૂઝન અને સાહો જેવી ફિલ્મોમાં નજર આવ્યો. ફિલ્મ સાહો અને બાહુબલી બાદ એક્ટર દેશ વિદેશમાં ફેમસ થઇ ગયો અને હવે તે ટોપ ટેન મોસ્ટ હેન્ડસમ એશિયન મેન 2021’ બની ગયો છે.

Leave a Comment