આ છે બોલીવુડના દેવર-ભાભી ના સંબંધનું સત્ય, તસવીરો જોઈને ખુલી જ રહી રહી જશે તમારી આંખો

મનોરંજન

બોલિવૂડ કલાકારોની ફિલ્મી દુનિયાને લઈને તો ઘણીવખત ચર્ચાઓ થતી રહે છે, તે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ઘણીવખત ચર્ચામાં રહે છે. ચાહકો ઘણીવાર તેમના ફેવરિટ સ્ટાર્સની રિયલ લાઈફ સાથે જોડાયેલી વાતો વિશે જાણવા માટે પણ ખૂબ ઉત્સુક રહે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને બોલિવૂડની કેટલીક આવી જ દેવર-ભાભીની જોડી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ ચર્ચિત છે અને તેમની વચ્ચે ખાસ સંબંધ છે. બોલીવુડના આ દેવર-ભાભી રિયલ લાઈફમાં એક શ્રેષ્ઠ બોન્ડિંગ શેર કરે છે. તો ચાલો જાણીએ આવી જ કેટલીક જોડી વિશે.

પ્રિયંકા ચોપરા અને ફ્રાન્કી જોનાસ: હિન્દી સિનેમાથી લઈને હોલીવુડ સુધી ધૂમ મચાવી ચુકેલી અને ‘દેશી ગર્લ’ તરીકે જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું દિલ આવ્યું હતું અમેરિકન સિંગર નિક જોનાસ પર. નિક સાથે પ્રિયંકાએ વર્ષ 2018 માં લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે પ્રિયંકાને બે જેઠ અને એક ફ્રાંકી જોનાસ નામનો દેવર છે. પ્રિયંકા તેના સાસરિયાના દરેક સભ્ય સાથે ખૂબ જ ખાસ અને મજબૂત બોન્ડિંગ શેર કરે છે. જણાવી દઈએ કે નિક સાથે લગ્ન કર્યા પછી પ્રિયંકા અમેરિકામાં સેટલ થઈ ગઈ છે. જોકે તે ભારત પણ આવતી રહે છે.

સુનીતા કપૂર અને સંજય કપૂર: જણાવી દઈએ કે સુનીતા કપૂર હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરની પત્ની છે. અનિલ કપૂરના મોટા ભાઈનું નામ બોની કપૂર અને નાના ભાઈનું નામ સંજય કપૂર છે. આ રીતે સુનીતા કપૂરના એક જેઠ અને એક દેવર છે. જણાવી દઈએ કે સંજય કપૂર તેની ભાભી સુનીતા કપૂર સાથે સારો સંબંધ શેર કરે છે. સુનીતા અને તેનો સંબંધ ખૂબ ફ્રેંડલી છે. તેના દેવરનું સુનીતા સંપૂર્ણ ધ્યાન રાખે છે.

વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂર: બોલિવૂડની જાણીતી અને બો’લ્ડ અભિનેત્રી વિદ્યા બાલને વર્ષ 2012 માં ફિલ્મમેકર સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા હતા. વિદ્યા બાલનને બે દેવર છે. એકનું નામ આદિત્ય રોય કપૂર અને એકનું નામ કુણાલ રોય કપૂર છે. પોતાના બંને દેવર સાથે વિદ્યાનો મજબૂત બોન્ડિંગ છે. ઘણા પ્રસંગો પર વિદ્યા તેના દેવરો સાથે જોવા મળી છે. અભિનેતા આદિત્ય રોય કપૂર પણ કહી ચુક્યા છે કે તે તેની ભાભી અને અભિનેત્રી વિદ્યા બાલનના ચાહક છે.

મીરા રાજપૂત અને ઈશાન ખટ્ટર: શાહિદ કપૂરની પત્નીનું નામ મીરા છે. અભિનેતા ઇશાન ખટ્ટર તેના સાવકા ભાઇ છે. જોકે, બંનેના બોન્ડિંગથી તેનો અંદાજ લગાવી શકાતો નથી. જણાવી દઈએ કે મીરા ઈશાનને તેના નાના ભાઈની જેમ ખૂબ પ્રેમ કરે છે. ઈશાનનો સંબંધ માત્ર તેની ભાભી સાથે જ નહીં પરંતુ મોટા ભાઈ શહીદ સાથે પણ ખૂબ જ મજબૂત છે.

અરબાઝ ખાનથી અલગ થયા પછી પણ મલાઈકા અરોરા અને સુહેલ ખાનનો સં-બંધ ખ’રા’બ થયો નથી. તે આજે પણ પહેલાની જેમ ફ્રેંડલી સં-બંધ ધરાવે છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.