મુંબઈ એરપોર્ટ પર સ્ટાર્સ અવારનવાર જોવા મળે છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ જાય છે. હાલમાં જ એરપોર્ટ પર એક સ્ટાર કપલ પણ જોવા મળ્યું હતું, પરંતુ કેમેરાની સામે આવતાં જ કપલે એવી હરકત કરવા લાગ્યું કે લોકો તેમને મનમૂકીને ગાળો આપવા લાગ્યા. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
શેફાલી અને પરાગનું ચુંબન
હાલમાં જ શેફાલી જરીવાલા તેના પતિ પરાગ ત્યાગી સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. પરાગ શેફાલીને એરપોર્ટ પર ડ્રોપ કરવા આવ્યો હતો, પરંતુ વીડિયો જોઈને લાગે છે કે તે તેને જવા દેવા માંગતો ન હતો. બંને કેમેરાની સામે એકબીજાને કિસ કરવા લાગ્યા અને વારંવાર આમ કરવા લાગ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગ્યો હતો.
આ ગીતથી મળી હતી લોકપ્રિયતા
શેફાલી જરીવાલા વર્ષ 2002માં ‘કાંટા લગા’ ગીતથી રાતોરાત ચર્ચામાં આવી હતી. પરંતુ તે પછી તે અચાનક ગાયબ થઈ ગઇ હતી. હાલમાં જ શેફાલી જરીવાલાએ પોતાના જીવનના એવા રહસ્યો વિશે જણાવ્યું જેના વિશે કોઈ જાણતું ન હતું. શેફાલીએ કહ્યું, ‘મને 15 વર્ષની ઉંમરથી વાયના (આંચકી) દૌરા પડવા લાગ્યા હતા. તે સમયે મારા પર અભ્યાસમાં સારો દેખાવ કરવાનું પ્રેશર હતું. તણાવ અને ચિંતાને કારણે મારી સાથે આવું બન્યું હતું. મને ક્લાસરૂમ, બેકસ્ટેજ અને ક્યારેક-ક્યારેક રસ્તા પર પણ વાય (આંચકી) આવતી હતી.
View this post on Instagram
શેફાલીને થઇ હતી આ ગંભીર બિમારી
આ ગંભીર બીમારી વિશે વાત કરતાં શેફાલી જરીવાલાએ કહ્યું કે, ‘કાંટા લગા પછી મેં લાંબા સમય સુધી કામ કર્યું નહીં કારણ કે મને ખબર નહોતી કે હવે પછીનો દૌરો ક્યારે આવશે. આ મારી સાથે 15 વર્ષ સુધી ચાલ્યું. શેફાલી જરીવાલાએ કહ્યું કે ‘9 વર્ષ થઇ ગયા પરંતુ દૌરા નથી પડ્યા. આમ એટલા માટે કે હું પેનિક એટેક, ડિપ્રેશન સામે એક મજબૂત સપોર્ટ મળતાં બહાર આવી ચૂકી છું.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.