હવે ખૂબ જ હોટ અને ગ્લેમરસ થઈ ગઈ છે ઋતિક રોશનની આ બહેન, દિવ્યાંકા ત્રિપાઠી સાથે છે વિશેષ સંબંધ, જુવો તેની સુંદર તસવીરો

મનોરંજન

વર્ષ 2012 માં કરણ જોહરના ધર્મ પ્રોડક્શનના બેનર હેઠળ એક ફિલ્મ આવી હતી જે જોરદાર હિટ રહી હતી. આ ફિલ્મનું નામ છે ‘અ’ગ્નિપથ’. આ ફિલ્મમાં ઋત્વિક રોશન, પ્રિયંકા ચોપડા, ઋષિ કપૂર અને સંજય દત્ત જેવા મોટા સ્ટાર્સે મુખ્ય ભૂમિકાઓ નિભાવી હતી. આ ફિલ્મમાં અભિનેત્રી કનિકા તિવારી પણ હતી જેણે અભિનેતા રિતિક રોશનની નાની બહેનનું પાત્ર નિભાવ્યું હતું. હવે 9 વર્ષ પછી રિતિક રોશનની તે બહેન ક્યાં, કઈ હાલતમાં છે અને કેવી દેખાઈ છે ચાલો તેના વિશે જાણીએ.

આ 9 વર્ષોમાં કનિકાના લુકમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું છે. તે પહેલાથી જ ખૂબ જ સુંદર અને હોટ દેખાવા લાગી છે. અવારનવાર તે પોતાની તસવીર સોશિયલ મીડિયા એકાઉંટ દ્વારા શેર કરતી રહે છે. જણાવી દઈએ કે વર્ષ 2012 માં આવેલી ફિલ્મ ‘અ’ગ્નિપથ’ દરમિયાન કનિકા તિવારી માત્ર 15 વર્ષની હતી. તે હવે 25 વર્ષની થઈ ગઈ છે.

જણાવી દઈએ કે કનિકા તિવારીનો જન્મ 9 માર્ચ 1996 ના રોજ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં થયો હતો. તેનો સ્કૂલનો અભ્યાસ ભોપાલથી થયો છે. હિન્દી સિનેમામાં કનિકાએ પોતાનો પગ ‘અ’ગ્નિપથ’ ફિલ્મથી મૂક્યો હતો. કનિકાને પહેલી જ ફિલ્મમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. તે તેની પહેલી જ ફિલ્મમાં સુપરસ્ટાર રિતિક રોશનની બહેનની ભૂમિકામાં જોવા મળી હતી. અ’ગ્નિપથમાં કનિકા તિવારીના પાત્રનું નામ શિક્ષા ચૌહાણ હતું. આ રોલ તેમણે માત્ર 15 વર્ષની ઉંમરમાં કર્યો હતો.

6 હજાર છોકરીઓમાંથી પસંદ કરવામાં આવી હતી કનિકા તિવારી: કનિકા તિવારીએ પોતાના એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે ‘અ’ગ્નિપથ’માં રિતિક રોશનની બહેન શિક્ષા ચૌહાણની ભૂમિકા માટે 6 હજાર છોકરીઓના ઓડિશનમાંથી તેની પસંદગી કરવામાં આવી હતી. કનિકાના કહેવા મુજબ તેણે આ ફિલ્મ માટે દુઃખ અને ખુશી બંને ઓડીશન આપ્યા હતા.

કનિકા તિવારીની હોટ અને સુંદર સ્ટાઈલ હવે જોતા જ બને છે. તે પોતાના સુંદર લુકથી બોલિવૂડની ઘણી અભિનેત્રીઓને સખત ટક્કર આપે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે.

જણાવી દઈએ કે બોલિવૂડમાં કામ કર્યા પછી, કનિકાએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંમાં પણ કામ કર્યું હતું અને તે હાલમાં સાઉથ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તેણે તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં ફિલ્મો કરી છે. તે તેલુગુ ફિલ્મ બોય મીટ ગર્લ (2014), કન્નડ ફિલ્મ રંગન સ્ટાઇલ (2014) અને તમિલ ફિલ્મ અવી કુમાર (2015) માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી છે.

દિવ્યાંકા ત્રિપાઠી સાથે વિશેષ સંબંધ: જણાવી દઈએ કે કનિકા તિવારી ટીવી ઇન્ડસ્ટ્રીની ખૂબ જ પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીની કઝીન છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.