શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધર પકડ કરનારા એનસીબીના અધિકારી હાલ ખુબ ચર્ચામાં છે. ના’ર્કો’ટિ’ક્સ કંટ્રોલ બ્યુ’રોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને લોકો અસલ સિંઘમ પણ કહી રહ્યા છે. સમીરના નેતૃત્વમાં જ રેવ પાર્ટીમાં દ’રો’ડો પા’ડ’વામાં આવ્યો હતો. સુશાંત સિંહ રાજપૂત કે’સમાં ડ્ર’ગ્સ કનેક્શનની તપાસમાં પણ સમીર વાનખેડેનું નામ સામે આવ્યું હતું. પ્રોફેશનલ લાઈફમાં સમીર કેવા છે તે તો બધા જાણે છે પરંતુ તેમની પર્સનલ લાઈફ પણ ખુબ રસપ્રદ છે. સમીર વાનખેડેના પત્ની અભિનેત્રી છે.
ના’ર્કો’ટિ’ક્સ કંટ્રોલ બ્યુ’રો ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના પત્ની ક્રાંતિ રેડકર અભિનેત્રી છે. સુંદરતાના મામલે ક્રાંતિ રેડકર મોટી મોટી હિરોઈનો પર ભારે પડે છે. અમે તમને ક્રાંતિ વિશે જણાવીએ.
ક્રાંતિ રેડકર મુંબઈની જ છે. તેનો જન્મ મુંબઈમાં થયો અને ઉછેર પણ ત્યાં જ થયો. તેણે કાર્ડિનલ ગ્રેસિયસ હાઈ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો. આગળનો અભ્યાસ તેણે રામનારાયણ રૂઈયા કોલેજથી પૂરો કર્યો. અભ્યાસ બાદ ક્રાંતિએ અભિનયને કારકિર્દી તરીકે પસંદ કર્યો.
ક્રાંતિ રેડકરની પહેલી ફિલ્મ એક મરાઠી ફિલ્મ હતી. તેણે સૂન ‘અસાવી અશી’ માં કામ કર્યું. જેમાં તેની સાથે અંકુશ ચૌધરી જોવા મળ્યો હતો. આ ફિલ્મ 2000માં રિલીઝ થઈ હતી. ત્યારબાદ તેણે બોલીવુડમાં અજય દેવગણની ફિલ્મ ‘ગંગાજલ’થી ડેબ્યુ કર્યું. અત્રે જણાવવાનું કે ક્રાંતિએ ફિલ્મમાં કિ’ડને’પ થયેલી યુવતીનું પાત્ર ભજવ્યું હતું.
ક્રાંતિ રેડકરે મરાઠી ફિલ્મોમાં અનેક હિટ ગીતો આપ્યા છે. તેમાં ‘કોમબદી પાલાલી’, ‘તંગડી ધારુન’, જેવા ગીતો સામેલ છે. આ ગીતો ફિલ્મ ‘જાત્રા’ના છે. આ ફિલ્મના ગીતનું મ્યૂઝિક બોલીવુડના ‘ચિ’ક’ની ચમેલી’ ગીતમાં યૂઝ કરાયું હતું.
ક્રાંતિ રેડકરે વર્ષ 2015માં ફિલ્મ કાકનથી દિગ્દર્શક તરીકે પર્દાપણ કર્યું. ફિલ્મમાં ઉર્મિલા માર્તોંડકર અને જિતેન્દ્ર જોશી છે. અભિનેત્રીની સાથે સાથે દિગ્દર્શક તરીકે પણ તેની પ્રશંસા થઈ.
ક્રાંતિ સોશિયલ મીડિયા પર ખુબ લોકપ્રિય છે. તેના 3 લાખથી વધુ ફોલોઅર્સ છે. છાશવારે તે પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તેના મેકઅપ વીડિયો પણ ખુબ વાયરલ થાય છે. તે પોતાના ફેન્સને ઈન્સ્ટાગ્રામ પર મેકઅપ ટિપ્સ પણ આપે છે.
વર્ષ 2017માં સમીર વાનખેડે અને ક્રાંતિ રેડકરે લગ્ન કર્યા. તેમને જોડકી દીકરીઓ છે. ક્રાંતિ રેડકર અનેકવાર સમીર સાથે પોતાની તસવીરો શેર કરે છે. તેમની ઉપલબ્ધિઓ પણ લોકો સાથે શેર કરે છે.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.