હાલમાંજ દીપિકા પાદુકોણ મુંબઇમાં ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ઓફિસ બહાર સ્પોટ થઇ હતી આ સમયે દીપિકાએ ઓરેન્જ કલરનું ઓવરસાઇઝ્ડ સ્વેટર અને બ્લૂ ડેનિમ પહેર્યું હતું. હવે આ એક્ટ્રેસનો લૂક ચર્ચામાં છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ લાંબા સમય બાદ શુક્રવારે સાંજે મુંબઇમાં સ્પોટ થઇ હતી. આ દરમિયાન દીપિકાએ ઓરેન્જ કલરનું ઓવર સાઇઝ સ્વેટર પહેરી ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલી ની ઓફિસની બહાર જોવા મળી હતી. ત્યારે પેપરાઝીને જોતા હાથ હલાવી તે ઓફિસની અંદર ચાલી ગઇ હતી. દીપિકાએ આ સમયે બ્લૂ ડેનિમ અને ઓવરસાઇઝ સ્વેટર પહેર્યું હતું. તેનો આ લૂક ચર્ચામાં છે.
કોરોનાને કારણે દીપિકા પાદુકોણે માસ્ક પહેરી રાખ્યું હતું.
એક્ટ્રેસનાં ફેન તેનાં લૂકનાં વખાણ કરી રહ્યાં છે. પણ આ લૂઝ સ્વેટર પહેરવા પર સવાલ ઉભા થઇ રહ્યાં છે. ઓવરસાઇઝ્ડ સ્વેટર પહેરવાં પર દીપિકા પ્રેગ્નેન્ટ હોવાની અફવાઓએ જોર પકડ્યું છે.
ઘણાં યૂઝર્સે લૂઝ સ્વેટર પહેરવા પર દીપિકાને સવાલ કરવાનાં શરૂ કરી દીધા હતાં કે શું તે ગર્ભવતી તો નથી ને.. એક યૂઝરે તો એમ પુછી લીધુ હતું કે, ‘બેબી બમ્પ છુપાવવા માટે તો લૂઝ કપડાં નથી પહેર્યાં ને?
આ પહેલાં એક્ટ્રેસનો કાચી કેરી ખાતો એક વીડિયો સામે આવ્યો હતો. જેનાં પર ફેન્સે કમેન્ટમાં ગર્ભવતી હોવા પર પ્રશ્ન કર્યો હતો જોકે, એક્ટ્રેસ હાલમાં રિતિક રોશનની સાથે ‘ફાઇટર’માં નજર આવશે. આ ઉપરાંત તે પઠાણ, 83, અને હોલિવૂડ ફિલ્મ ‘ધ ઇન્ટર્ન’ની રિમેકમાં નજર આવવાંની છે.