‘લાલ દુપટ્ટે વાલી’ હીરોઈન 46 વર્ષે પણ લાગે છે ગ્લેમરસ, તેના પિતા કોણ છે તે જાણીને ચોંકી જશો!

ખબરે

બોલીવુડમાં ક્યારે ફિલ્મ ફ્લોપ જાય છે.મોટા સ્ટાર હોવા છતા લોકો તેને પસંદ નથી કરતા.પરંતુ સંગીત અને ડાયલોગ ક્યારેક એટલા હીટ થઈ જાય છે કે તેને વર્ષોના વર્ષો સુધી લોકો યાદ રાખે છે.અમુક ડાયલોગ તો લોકોના જીવનનો ભાગ પણ બની જતા હોય છે.તેવી જ રીતે કેટલાય એવા ગીત પણ છે જેનું સંગીત સ્ટાર્ટ થાય તો આજે પણ ઉંમરલાયક વ્યક્તિઓના પગ થીરકવા લાગે છે.એવી જ રીતે કેટલીક એવી હીરોઈન પણ છે જેઓ ભલે ટૂંકા કરિયર બાદ બોલીવુડથી ગાયબ થઈ ગઈ હોય.પરંતુ આજે પણ નામ લેતા દર્શકોની દિલની ધ’ડ’ક’ન તેજ થઈ જતી હોય છે.

વર્ષ 1993માં રીલીઝ થયેલી આંખે ફિલ્મ તો તમને યાદ જ હશે.કદાચ નહીં પણ હોય.પરંતુ એ ગીતો યાદ જ હશે.ઓ ‘લાલ દુપટ્ટે વાલી તેરા નામ તો બતા’.100 ટકા તમામને યાદ જ હશે.ગોવિંદના ડબલ રોલ સાથે ચંકી પાંડેની જોડીની આ ફિલ્મ હતી આંખે.જેમાં ગોવિંદા અને ચંકી પાંડેએ તો બધાના દિલ જિત્યા હતા.પરંતુ ઓ લાલ દુપટ્ટેવાલી ગીતથી હીરોઈને પણ દર્શકોના દિલ પર રાજ કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Ritu Shivpuri (@riitushivpuri)

1993માં આંખે ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરનારી હીરોઈની રીતુ શિવપૂરીએ બહુ ઓછી ફિલ્મો કરી છે. બોક્સ ઓફીસ પર તેની ઘણી ઓછી ફિલ્મો ચાલ છે.છેલ્લે વર્ષ 2006માં રીતુએ ફિલ્મ ઈક જિંદ ઈક જા’નમાં કામ કર્યું હતું. ત્યાર બાદથી રીતુ મોટા પરદા પરથી ગાયબ થઈ ગઈ.રીલ લાઈને અલવિદા કહી રીતુએ રીયલ લાઈફમાં જ્વેલરી ડિઝાઈનર તરીકે પોતાની નવી સફર શરુ કરી.

આંખે, હદ કર દી આપને, ભાઈ ભાઈ, કાલા સામ્રાજ્ય, લજ્જા જેવી રીતુએ કુલ 16 ફિલ્મો કરી છે.પહેલી ફિલ્મ આંખેમાં મળેલ અભૂતપૂર્વ પ્રેમને જોતા કોઈ વિચાર્યું નહોંતુ કે રીતુ મોટા પરદા પરથી ગાયબ થસે.દરેકને એવું લાગતું હતું કે ફિલ્મોમાં રીતુનું ભવિષ્ય ઘણું સારું છે.પરંતુ સમય વિતતો ગયો તેમ તેમ રીતુ પણ બોલીવુડથી દૂર થતી ગઈ.2006માં બોલીવુડને અલિદા કર્યા બાદ ઘણા લાંબા સમય બાદ રીતુ ટેલીવિઝન પર ફરી જોવા મળી હતી.પરંતુ તેમા પણ વધુ કંઈ કમાલ ન બતાવી શકી.

 

View this post on Instagram

 

A post shared by Ritu Shivpuri (@riitushivpuri)

વર્ષ 2016માં ટીવી શો 24થી ટેલીવિઝનની દુનિયામાં રીતુ શિવપૂરીએ પ્રવેશ કર્યો હતો. ટેલીવિઝન ઉપર પણ તેને દર્શકોનો ખુબ પ્રેમ મળ્યો.રીતુ ‘ઇસ પ્યાર કો ક્યા નામ દુ’, ‘નઝર’, ‘વિષ’ અને ‘કરણજીત કૌર:ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોનમાં પણ જોવા મળી હતી.પરંતુ વર્ષ 2019 પછી આ અભિનેત્રીએ ટેલીવિઝનનો કોઈ શો નથી કર્યો.

પોતાની સુંદરતાથી બધાને દીવાના બનાવવા વાળી રીતુ 46 વર્ષની ઉંમરમાં પણ ઘણી જ સુંદર દેખાય છે.સમયની સાથે સાથે રીતુની સંદરતા પણ વધી હોય તેવું લાગે છે.એટલે જ સોશિયલ મીડિયા ઉપર જયારે પણ આ અભિનેત્રી કોઈ ફોટો પોસ્ટ કરે છે તો ફેન્સ પ્રશંસા કરતા થાકતા નથી.રીતુના ગોલ્ડન ડ્રેસ પહેરેલો એક ફોટો પર ફેન્સે લખ્યું કે ‘મેરી બચપન કી ક્ર’શ’, તો બીજા એક ફેન્સે લખ્યું કે ‘સ્ટનીંગ બ્યુટી’.

 

View this post on Instagram

 

A post shared by Ritu Shivpuri (@riitushivpuri)

તમને જાણીને અચરજ થશે કે ઋતુ શિવપુરી અમિતાભ સાથે અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલાં બોલીવુડના જાણીતા એક્ટર શિવપુરીની દિકરી છે. શિવપુરી 70 ના દશકમાં મોટાભાગની ફિલ્મોમાં વિલનના રોલમાં જોવા મળ્યાં હતાં. આંખે ફિલ્મમાં કાદર ખાને ગોવિંદા અને ચંકી પાંડેના પિતાની ભૂમિકા ભજવી હતી.પરંતુ આ બધા કરતા આ ફિલ્મની હીરોઈને પોતાના રૂપથી તમામ દર્શકોના દિલ જીત્યા હતા.આ અભિનેત્રીનું નામ છે રીતુ શિવપુરી. લાલ દુપટ્ટે વાલી તેરા નામ તો બતા સોંગ આવ્યાને 28 વર્ષ થઈ ગયા છે. પરંતુ તેની લોકપ્રિયતા આજે પણ એટલી છે.અને એ ફિલ્મીની હીરોઈનની સુંદરતા પણ આજે એટલી જ છે.

રીતુ શિવપુરીના ચહેરાની માસુમિયત અને તેની સુંદરતાએ દરેકના દિલ જીતી લીધા હતા. આંખે ફિલ્મમાં ગોવિંદા સાથે રીતુની કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી હતી.પરંતુ તેના કરતા વધુ તેનું ગીત લાલ દુપટ્ટે વાલી લોકપ્રિય બન્યું.આ ગીતથી જ આજે લોકો રીતુ શિવપૂરીને યાદ કરે છે.આજે અભિનેત્રી ઉંમર 46 વર્ષ છે પરંતુ આજે પણ તેને જોઈએ એટલે 90ના દશકાની એ રીતુ જ દેખાય છે.એ જ સુંદરતા અને એ જ માસુમિયત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *