ચાર ચાર વર્ષથી નથી મળ્યુ કોઇ કામ, ઘરની વસ્તુઓ વેચીને… અભિનેત્રીનું છલકાયુ દર્દ

ખબરે

કોરોનાએ દરેકના જીવનને ખરાબ રીતે અસર કરી છે. વધતા જતા રો’ગચાળાને ધ્યાનમાં રાખીને સરકારે ગયા વર્ષે 22 માર્ચે સમગ્ર દેશમાં લોકડાઉન કરવાનો નિર્ણય લીધો હતો. દરમિયાન તમામ વિસ્તારોમાં કામગીરી અટકી ગઈ હતી. તેની ઉંડી અસર ટેલિવિઝન અને બોલિવૂડ વિશ્વમાં પણ જોવા મળી હતી. જ્યાં કોરોનાને કારણે શૂ’ટિં’ગ બંધ કરાયું હતું. જોકે શૂ’ટિં’ગ ધીમે ધીમે પછીથી શરૂ થયું, દરેકની સલામતીને ધ્યાનમાં રાખીને, ફક્ત મુખ્ય કાસ્ટ અને થોડા ક્રૂને સેટ પર શૂ’ટ કરવાની મંજૂરી આપવામાં આવી.

ઘણા ટેલિવિઝન સ્ટાર્સ પણ કોરોનામાં બેરોજગાર થઈ ગયા હતા અને પોતાનું ઘર ચલાવવા માટે ઘરનો સામાન વેચી જીવન નિર્વાહ કરવાની નોબત આવી છે. ઘણી ફિલ્મો અને ટેલિવિઝન શોનો ભાગ રહી ચૂકેલી શગુફ્તા અલીની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે.

બોલિવૂડમાં તેણે હીરો નંબર 1, સિર્ફ તુમ, અજુબા અને ઇન્ટરનેશનલ ખિલાડીમાં કામ કર્યું હતું, જ્યારે ટેલિવિઝન પર તેણે એક વીર કી અરદાસ વીરા, પુન: વિવાહ અને બેપન્નાહ જેવા ઘણા શો કર્યા હતા. વર્ષ 2018 પછી, શગુફ્તા અલી સ્ક્રીન પર ક્યાંય જોવા મળ્યો ન હતો.

લોકડાઉનમાં સ્થિતિ વધુ વણસી

ફિલ્મ અને ટેલિવિઝનની દુનિયામાં 36 વર્ષથી કામ કરતી શગુફ્તાએ ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું. તેણે 20 થી વધુ ટેલિવિઝન શો કર્યા, જેમાં બેપનાહ અને એકવીર કી અરદાસ વીરા જેવા શોનો સમાવેશ થાય છે. ઘણી સિરીયલો અને ફિલ્મો કરી ચૂકેલી અભિનેત્રી શગુફ્તા અલી પાસે હાલ કોઇ કામ નથી. તેની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે અને તેની પાસે સારવાર લેવા માટે પૈસા નથી.

છેલ્લા ચાર વર્ષથી કોઈ કામ મળ્યું નથી

મીડિયા સાથેની વાતચીતમાં શગુફ્તા અલીએ પોતાનું દર્દ વર્ણવ્યું. પોતાની લાગણી વ્યક્ત કરતાં તેણે કહ્યું કે, ‘મેં મારા જીવનની શરૂઆતથી જ ઘણું સહન કર્યું છે અને આજે હું અનેક રોગો સામે લડીને ઉભી છુ. આજે હું 54 વર્ષની છું અને મારી તબિયત લથડી રહી છે. ડાયાબીટીસને કારણે મારા પગને ખૂબ જ ખરાબ અસર કરી છે. માનસિક તાણને કારણે મારું સુગર લેવલ વધ્યું છે.

હવે મારી આંખો પર અસર થઈ રહી છે અને મારે તેની સારવાર કરાવવી પડશે. ‘મને છેલ્લા ચાર વર્ષથી કોઈ કામ મળ્યું નથી અને મારી આર્થિક સ્થિતિ વધુ કથળી છે.’ શગુફ્તા અલીએ કહ્યું કે તેને ઘણી ઓફર્સ મળી પણ કામ આવતા આવતા હાથમાંથી જતુ રહે છે તેણે એક ફિલ્મ કરી પણ તે પણ પૂર્ણ થઈ નથી. હાલ અભિનેત્રી તેના જીવન નિર્વાહ માટે ઘરમાં પડેલા પૈસા અને વસ્તુઓથી ગમે તેમ દિવસો કાઢી રહી છે.

Leave a Reply

Your email address will not be published.