તારક મહેતા…શોની આ 9 વાતો જાણીને ચોંકશો, પોપટલાલ વિશે આ વાત ખબર નહીં હોય

અન્ય

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ દેશનો મનગમતા કોમેડી શોમાંથી એક છે. દર્શકો તેને ખુબ પસંદ કરે છે. તેના વિશે ઝીણામાં ઝીણી વાત જાણવામાં દર્શકોને રસ હોય છે. આવી જ કેટલીક અજાણી વાતો અમે તમને જણાવીશું. ઘણા લોકોને ખબર નહીં હોય કે સિરિયલમાં બબીતાજીના રોલ માટે મુનમુન દત્તાનું નામ દિલિપ જોશીએ સજેસ્ટ કર્યુ હતું. દિલિપ જોશી અને મુનમુન દત્તાએ 2004માં હમ સબ બારાતીમાં સાથે કામ કર્યુ હતું.

જેઠાલાલ અને ચંપકલાલ વિશે આ વાત

ચંપકલાલનું પાત્ર ભજવતા અમિત ભટ્ટ અને જેઠાલાલનું પાત્ર ભજવતા દિલિપ જોશી વિશે આ વાત પણ રસપ્રદ છે. પિતાનું પાત્ર ભજવતા અમિત ભટ્ટ રિયલ લાઈફમાં જેઠાલાલ એટલે કે દિલિપ જોશી કરતા ઉંમરમાં નાના છે. અમિત ભટ્ટ 48 વર્ષના છે જ્યારે દિલિપ જોશી 50 વર્ષના છે.

દયા અને સુંદર

દયાનું પાત્ર ભજવતી દિશા વાકાણી અને સુંદરનું પાત્ર ભજવતો મયુર વાકાણી રિયલ લાઈફમાં પણ ભાઈ બહેન છે.

દિશા વાકાણી આ ફિલ્મમાં જોવા મળી હતી

ઐશ્વર્યા રાય અને હ્રિતિક જોશીની સુપરહીટ ફિલ્મ જોધા અકબરમાં દિશા વાકાણી જોવા મળી હતી.

જેનીફર મિસ્ત્રી

મિસિસ રોશન સોઢીનું પાત્ર ભજવતી જેનીફર મિસ્ત્રી કરાટેમાં બ્લેક બેલ્ટ છે. લોકડાઉન દરમિયાન તેણે ફરીથી તેમાં પ્રક્ટિસ પણ શરૂ કરી દીધી હતી.

અંબિકા રંજનકર

સિરિયલમાં કોમલ હાથીનું પાત્ર ભજવતી અંબિકા રંજનકર એક્તા કપૂરના શો કસમ સેમાં પણ જોવા મળી હતી

મિસ્ટર ભીડે વિશે આ વાત જાણો છો?

સિરિયલમાં માસ્ટર ભીડેનું પાત્ર ભજવતા મંદાર ચંદવડકરે અભિનય માટે દુબઈમાં સારી નોકરી છોડી દીધી હતી.

મુનમુન દત્તા અને શાહરૂખ ખાન

બધાના લોકપ્રિય એવા બબીતાજી એટલે કે મુનમુન દત્તાએ શાહરૂખ ખાન સાથે એક જાહેરાતમાં કામ કર્યું હતું.

પોપટલાલની ચાઈનીઝ ફિલ્મ

સિરિયલમાં પોપટલાલની ભૂમિકા ભજવતા શ્યામ પાઠકે Lust, Caution નામની ચાઈનીઝ ફિલ્મમાં કામ કર્યું હતું. અભિનેતાએ આ ફિલ્મમાં એક જ્વેલરી દુકાનના માલિકની ભૂમિકા ભજવી હતી.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *