આર્થિક તંગીને કારણે શગુફ્તા અલીએ સોનુ સૂદ પાસે માગી હતી મદદ, મળ્યો એવો જવાબ કે…

ખબરે

હાલમાં જ ટીવીની જાણીતી એક્ટ્રેસ શગુફ્તા અલીએ જણાવ્યું કે તે છેલ્લા ચાર વર્ષથી આર્થિક તંગી સામે ઝઝૂમી રહી છે. તે ડાયાબિટીસ અને સ્વાસ્થ્ય સંબંધી અન્ય બીમારીઓનો સામનો પણ કરી રહી છે. તે આર્થિક તંગીથી છૂટકારો મેળવવા કામ માગી રહી છે. એટલું જ નહીં તેણે મદદ માટે હાથ પણ લંબાવ્યો હતો.

શગુફ્તા અલીએ કહ્યું કે, સિને અને ટીવી આર્ટિસ્ટ એસોસિયેશનએ તેનો સંપર્ક કર્યો હતો. પણ તેઓની મદદ લેવાનો મેં ઈન્કાર કરી દીધો. કેમ કે, તે લોકો ખુબ જ ઓછી રકમની મદદ કરી રહ્યા હતા. આ ઉપરાંત અલીએ એમ પણ જણાવ્યું કે તેણે સોનુ સૂદ પાસેથી પણ મદદ માગવાની કોશિશ કરી હતી. પણ ખબર પડી કે તે આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલાં લોકોની મદદ કરતો નથી, પણ ફક્ત સર્વિસ આપે છે.

એક અખબાર સાથેની વાતચીતમાં શગુફ્તા અલીએ કહ્યું કે, મને કોઈની પાસેથી કોઈપણ પ્રકારની મદદ મળી નથી. સિનટાએ મને થોડા દિવસો પહેલાં સંપર્ક કર્યો હતો. પણ મેં તેમને ના પાડી દીધી હતી. કેમ કે તે જે રકમ આપી રહ્યા હતા તે ઘણી ઓછી હતી. તેમાં મારી કોઈ મદદ થવાની ન હતી. હું સિનટાની સભ્ય રહી ચૂકી છું. હું જાણું છું કે તે થોડાક જ પૈસાની મદદ કરી શકે છે. પણ કાંઈ થઈ શકતું નથી. મેં સોનુ સૂદનો સંપર્ક કર્યો હતો પણ ત્યાં પણ વાત બની ન હતી.

જણાવી દઈએ કે થોડા સમય પહેલાં 54 વર્ષીય એક્ટ્રેસે સ્પોટબોયને જણાવ્યું હતું કે, તેઓએ પોતાની અનેક વસ્તુઓ વેચી મારી હતી. તેમાં ગાડી, જ્વેલરી અને અનેક કિંમતી વસ્તુઓ સામેલ છે. અને ક્યાંક જવા માટે રિક્ષાનો સહારો લે છે. એક્ટ્રેસ પોતાની 73 વર્ષીય માતા સાથે રહે છે, અને તેઓને પણ મેડિકલ અને દવાઓની સખત જરૂર રહે છે. શગુફ્તાને આંખોની પણ સમસ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *