ખૂબ જ સુંદર છે સુપરસ્ટાર ચિરંજીવીની પુત્રી, 39 વર્ષની ઉંમરમાં આ ફિલ્મથી કરવા જરી રહી છે ડેબ્યૂ, જુવો તેની સુંદર તસવીરો

તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવીની મોટી પુત્રી સુષ્મિતા કોનિડેલા ટૂંક સમયમાં જ ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે ફિલ્મ ‘શ્રીદેવી શોબન બાબ’માં જોવા મળશે. સુષ્મિતા કોનિડેલા 39 વર્ષની છે. જો કે હવે તેમણે તેના પિતાની જેમ એક્ટિંગમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું છે અને ટૂંક સમયમાં તે મોટા પડદા પર જોવા મળશે.

ફિલ્મ ‘શ્રીદેવી શોબન બાબ’ થી તે એક્ટિંગની શરૂઆત કરશે. શનિવારે આ ફિલ્મ સાથે જોડાયેલું એક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મને સુષ્મિતા કોનિડેલાના પતિ વિષ્ણુ પ્રસાદ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ એક રોમેન્ટિક કોમેડી હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં સુષ્મિતા ઉપરાંત સંતોષ શોબન અને ગૌરી કિશન પણ છે. ફિલ્મનું નિર્દેશન પ્રશાંત કુમાર ડિમમાલા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવી ચુક્યો છે. જેમાં સંતોષ શિબાન અને ગૌરી કિશન જોવા મળી રહ્યા છે. ફિલ્મનો ફર્સ્ટ લુક લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે. આ એક લવ સ્ટોરી હશે. જણાવી દઈએ કે ફિલ્મોમાં આવતા પહેલા સુષ્મિતા કોનિડેલા કોસ્ચ્યુમ ડિઝાઇનરનું કામ કરતી હતી. સાથે જ ચિરંજીવી અને સુરેખાની મોટી પુત્રી સુષ્મિતા ફિલ્મી દુનિયામાં પ્રવેશ કરતા પહેલા એક્ટિંગ પણ શીખી ચૂકી છે..

તેમણે એક સ્ટાઈલિશ તરીકે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT) માંથી ડીગ્રી પણ મેળવી છે. તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક સ્થાપિત કોસ્ચ્યુમ ડિઝાઇનર અને સ્ટાઈલિશ છે. તેમણે ભાઈ રામ ચરણ અને પિતા ચિરંજીવી અભિનિત ‘રંગસ્થલમ’ અને ‘સઈ રા નરસિંહ રેડ્ડી’ જેવી ફિલ્મો માટે કોસ્ચ્યુમ ડિઝાઈન કર્યા હતા. તેમના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

સુષ્મિતાએ નાના બજેટની ફિલ્મો બનાવવા માટે પોતાનું પ્રોડક્શન હાઉસ “ગોલ્ડ બોક્સ એન્ટરટેઇનમેન્ટ” પણ શરૂ કર્યું છે. બે પુત્રીઓની માતા સુષ્મિતા પ્રોડ્યૂસર પણ છે. પ્રકાશ રાજ અને મીકા શ્રીકાંત અભિનિત તેમની વેબ સિરીઝ ‘શૂ’ટ-આઉટ એટ અલેયર’ 2020 માં રિલીઝ થઈ હતી.

કોણ છે ચિરંજીવી:

66 વર્ષના ચિરંજીવીનો જન્મ 22 ઓગસ્ટના રોજ આંધ્રપ્રદેશના મોગલાથુરમાં થયો હતો. ચિરંજીવીનું સાચું નામ કોનીડેલા શિવશંકર પ્રસાદ હતું. પરંતુ ચિરંજીવીને તેની માતાએ નામ બદલવાની સલાહ આપી હતી. ત્યાર પછી તેણે પોતાનું નામ બદલ્યું. ચિરંજીવી સાઉથ સિનેમાના સુપરસ્ટાર છે. ચિરંજીવીએ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1978 માં ફિલ્મ પ્રનામ ખારેડુથી કરી હતી. જોકે આ ફિલ્મમાં તેમની ભુમિકા ખૂબ નાની હતી. તેને હીરો, ચેલેન્જ, ઈન્દ્ર અને ખૂન કા રિશ્તા જેવી ફિલ્મોથી ઓળખ મળી હતી.

ચિરંજીવીએ 80 અને 90 ના દાયકામાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી હતી. સાઉથ સિનેમા ઉપરાંત તેમણે બોલિવૂડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જોકે બોલિવૂડમાં તે પોતાની ઓળખ સ્થાપિત કરી શક્યા નથી. સાથે જ ચિરંજીવી સાઉથના પહેલા એવા સુપરસ્ટાર હતા, જેમને ઓસ્કાર એવોર્ડ સમારંભમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ચિરંજીવીએ 1980 માં સુરેખા સાથે લગ્ન કર્યા હતા. આ બંનેને ત્રણ બાળકો છે. તેમને એક પુત્ર છે જેનું નામ રામ ચરણ તેજા છે. બે પુત્રીઓ શ્રીજા અને સુષ્મિતા છે. તેમનો પુત્ર રામ ચરણ પણ સાઉથ સિનેમાનો જાણીતો કલાકાર છે. સાથે જ હવે તેની પુત્રી સુષ્મિતા પણ એક્ટિંગ કારકિર્દી શરૂ કરવા જઈ રહી છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Comment