એક સમયે ઘર ખર્ચ માટે પત્ની પાસેથી પૈસા લેતા હતા મનીષ પૉલ, આજે રહે છે આ લક્ઝુરિયસ ઘરમાં, જુવો અંદરની તસવીરો

ખબરે

જ્યારે પણ કોમેડી અને એન્કરિંગની વાત આવે છે, ત્યારે મનીષ પોલ તેમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. તેણે પોતાની રમુજી સ્ટાઈલથી ટીવીની દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. 3 ઓગસ્ટ 1981 ના રોજ દિલ્હીમાં જન્મેલા મનીષ પંજાબી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેણે પોતાનું સ્કૂલિંગ અને કોલેજનું શિક્ષણ પણ દિલ્હીમાંથી કર્યું છે.

મનીષે અત્યાર સુધી બોલીવુડના ઘણા મોટા એવોર્ડ શો હોસ્ટ કર્યા છે. આ ઉપરાંત તે ઝલક દિખલા જા, ઇન્ડિયા ગોટ ટેલેન્ટ, કોમેડી સર્કસ કા જાદુ, સારેગામાપા સિંગિંગ સુપરસ્ટાર, ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ જેવા ટીવી શો પણ હોસ્ટ કરે છે. તે પોતાની ખાસ કોમિક સ્ટાઈલથી દરેક શોમાં જીવ ફૂંકે છે. તે જ્યારે સ્ક્રીન પર આવે છે ત્યારે દર્શકો બોર થતા નથી.

મનીષની પ્રોફેશનલ લાઈફ વિશે દરેક જાણે છે, પરંતુ તેમની પર્સનલ લાઈફ વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. મનીષે વર્ષ 2007 માં સંયુક્તા નામની છોકરી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને બે બાળકો યુવાન અને સૈશા છે. મનીષ પોતાના દરેક જન્મદિવસ પર રજાઓ પસાર કરવા વિદેશ જાય છે. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે, તેણે પોતાનો જન્મદિવસ મુંબઈમાં જ સેલિબ્રેટ કર્યો.

મનીષ જ્યારે નાનો હતો ત્યારે તેને હોસ્ટ બનવાનો શોખ હતો. સ્કૂલ અને કોલેઝના ફંક્શનમાં પણ તે ખૂબ હોસ્ટિંગ કરતા હતા. જ્યારે તે મુંબઈ શિફ્ટ થયા ત્યારે તેણે ઘણો સંઘર્ષ કર્યો. પહેલા તે રેડિયો સાથે જોડાયા અને પછી તેણે 2002 માં સ્ટાર પ્લસના સન્ડે ટેંગોમાં કામ કર્યું. ધીરે ધીરે તેની કારકિર્દીની ગતિ વધતી રહી અને આજે તે ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે.

મનીષે ‘મિકી વાયરસ’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી પણ કરી હતી. તેમાં તે મુખ્ય અભિનેતા હતા, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ બતાવી શકી નહીં. મનીષની લવ-લાઇફ પણ ખૂબ રસપ્રદ હતી. સંયુક્તા તેમની પત્ની બનતા પહેલા સારી મિત્ર હતી. બંનેએ એકબીજાને 1998 થી 2007 સુધી ડેટ કરી.

મનીષના સંઘર્ષના દિવસો દરમિયાન તેને તેની પત્નીનો વિશેષ સાથ મળ્યો. ત્યારે તેની પત્ની ઘર ખર્ચ ચલાવવામાં મદદ કરતી હતી. જો ત્યારે તે પોતાના પતિનો સાથ ન આપતી તો મનીષ આજે લક્ષ્ય મેળવી શક્યા ન હોત.

હાલમાં મનીષ તેની પત્ની અને બાળકો સાથે મુંબઈના એક સુંદર એપાર્ટમેન્ટમાં રહે છે. તેનું ઘર ખૂબ જ લક્ઝરી છે, જેને મનીષ અને તેની પત્નીએ પોતાના હાથે સજાવ્યું છે. તેનો લિવિંગ રૂમ મોટો અને હવાદાર છે. તેમાં એક મોટો પિયાનો પણ રાખ્યો છે. દર વર્ષે મનીષ પોતાના ઘરમાં ગણેશજીની સ્થાપના પણ કરે છે. તેના ઘરની દિવાલો પર મોટી-મોટી પેંટિંગ છે. અહીં તમને ઘણી ફોટો ફ્રેમ્સ પણ જોવા મળશે.

મનીષે પોતાના ડાઇનિંગ એરિયાને એવોર્ડથી સજાવ્યો છે. તેને ઝાડ લગાવવાનો પણ શોખ છે. તેમના ઘરમાં સુંદર લાઈટિંગ્સ પણ છે. મનીષ પોતાના ઘરની બાલકનીમાં સમય પસાર કરવો પસંદ કરે છે. અહીં એક ગાર્ડન પણ છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.