અરબાઝની 22 વર્ષ નાની ગર્લફ્રેંડ આગળ ફેલ છે બોલીવુડની સુંદર અભિનેત્રીઓ, લાગે છે અપ્સરા જેવી સુંદર, જુવો તસવીરો

મનોરંજન

હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા અરબાઝ ખાન આજે પોતાનો 54 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજના દિવસે વર્ષ 1967 માં તેમનો જન્મ મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો. અરબાઝ ખાને એક અભિનેતા તરીકે બોલિવૂડમાં વધારે ઓળખ મેળવી નથી, જોકે તેને નેગેટીવ અને સાઈડ રોલ માટે પસંદ કરવામાં આવે છે. અરબાઝે પોતાની 25 વર્ષની કારકિર્દીમાં 50 ફિલ્મોમાં કામ કર્યું છે.

અરબાઝ ખાન પોતાની ફિલ્મો અને પ્રોફેશનલ લાઇફ કરતા વધારે પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે અને તે ઘણીવખત અત્યારે પણ ચર્ચામાં આવી જાય છે. જણાવી દઈએ કે અરબાઝ ખાને વર્ષ 1998 માં લગ્ન કર્યા હતા. આ પહેલા બંને લગભગ પાંચ વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. બંનેને એક પુત્ર છે જેનું નામ અરહાન ખાન છે. જો કે આ સંબંધનો અંત વર્ષ 2017 માં થઈ ગયો હતો. ખરેખર મલાઈકા અને અરબાઝે વર્ષ 2017 માં છૂટાછેડા લીધા હતા.

અરબાઝ ખાન અને મલાઈકાનો સંબંધ શા માટે તૂટી ગયો તેનું કારણ આજ સુધી બહાર આવ્યું નથી, જોકે બંને હવે પોતાના જીવનમાં ઘણા આગળ વધી ચુક્યા છે. છુટાછેડા પછી જ્યાં મલાઈકા અરોરાનું નામ અભિનેતા અર્જુન કપૂર સાથે જોડાઈ રહ્યું છે અને બંનેનો પ્રેમ જગજાહેર છે તો અરબાઝ ખાન જોર્જિયા એંડ્રિયાની સાથે રિલેશનમાં છે. ચાલો આજે તમને અરબાઝની ગર્લફ્રેંડ વિશે વિગતવાર જણાવીએ.

છૂટાછેડા પછી જ્યાં મલાઇકાએ 12 વર્ષ નાના અર્જુનને પોતાનો જીવનસાથી પસંદ કર્યો તો અરબાઝ ખાનનું દિલ આવ્યું પોતાનાથી 12 વર્ષ નાની જોર્જિયા એંડ્રિયાની પર. મળતી માહિતી મુજબ બંને લગભગ ચાર વર્ષથી રિલેશનશિપમાં છે. જ્યોર્જિયા એન્ડ્રીયાનીનું નામ મલાઈકા અને અરબાઝના છૂટાછેડા પછી હેડલાઇન્સમાં આવ્યું હતું.

અરબાઝ ખાન સાથે જોર્જિયાની મુલાકાત મલાઈકા સાથે છૂટાછેડા પછી થઈ હતી. જણાવી દઈએ કે જોર્જિયા એક ઈટાલિયન મોડલ છે. તેનો જન્મ 20 જૂન 1989 ના રોજ થયો હતો. તે દેખાવમાં ખૂબ જ સુંદર છે અને સુંદરતાની બાબતમાં તે બોલીવુડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.

ઇટાલીના મિલાન શહેરમાં જન્મેલી જોર્જિયાનો ઉછેર ઇટાલીમાં થયો છે. કહેવાય છે કે નાનપણથી જ તેને મોડેલિંગનો શોખ હતો અને તેણે ઇટાલીમાં મોડેલિંગ કારકિર્દી બનાવી હતી. તે મોડલ તો ખૂબ જ સુંદર છે જ સાથે જ તે ડાંસ પણ સારો કરી લે છે. સાથે જ આજ સુધીમાં તે એક અભિનેત્રી પણ બની ચુકી છે. વર્ષ 2017 માં જ્યોર્જિયા એન્ડ્રીયાની બોલિવૂડ કારકિર્દી શરૂ થઈ હતી. તે ગેસ્ટ ઇન લંડન અને આઇ લવ યુ ટ્રુલી જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

જોર્જિયા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને સોશિયલ મીડિયા પર તેની મોટી ફેન ફોલોઇંગ છે. ઇન્સ્ટાગ્રામ પર અરબાઝની ગર્લફ્રેન્ડને 50 લાખથી પણ વધુ લોકો ફોલો કરે છે. સોશિયલ મીડિયા પર અવારનવાર તે પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે.

અરબાઝ ખાને ગયા દિવસોમાં જ્યોર્જિયાને માત્ર તેની ગર્લફ્રેન્ડ તરીકે ઓળખવા સામે આપત્તિ જણાવી હતી. અરબાઝે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જ્યોર્જિયાની પોતાની ઓળખ છે, તેથી તેને માત્ર મારી ગર્લફ્રેન્ડનું નામ આપવું સંપૂર્ણપણે ખોટું છે. બીજી બાજુ જ્યોર્જિયા સાથે લગ્ન કરવાના સવાલ પર અરબાઝે કહ્યું કે લગ્નની વાત શું છે, લગ્ન ગમે ત્યારે થશે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *