એક અથવા બે નહિં પરંતુ પ્રિયંકા ચોપડાએ કહ્યું એક વખતમાં તે આટલા બાળકોની માતા બનવા ઇચ્છે છે, જાણો પ્રિયંકાની પ્રેગ્નેંસીનું સત્ય

પ્રિયંકા ચોપડા આજે ​​બોલિવૂડની કેટલીક જાણીતી અને પ્રખ્યાત અભિનેત્રીઓના લિસ્ટમાં પોતાનું નામ દાખલ કરી ચુકી છે. અને હવે પ્રિયંકાના નામે હોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પણ ઘણી ફિલ્મો આવી રહી છે, જેના કારણે તે આજે એક્ટિંગની દુનિયામાં એક પ્રખ્યાત ચહેરો બની ગઈ છે. અને આ જ કારણે પ્રિયંકા ઘણીવાર તેની ફિલ્મો માટે અને ક્યારેક તેની પર્સનલ લાઈફ માટે પણ હેડલાઇન્સમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં જણાવી દઈએ કે આજની આપણી આ પોસ્ટ પણ તેની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી છે જેના વિશે તેના ઘણા ચાહકો જાણવાની ઇચ્છા રાખે છે.

છેલ્લા કેટલાક દિવસોની વાત કરીએ તો ઘણા સ્ટાર્સે તેમના ચાહકોને માતાપિતા બનવાના સારા સમાચાર આપ્યા છે. તેમાં અનુષ્કા શર્માથી લઇને કરીના કપૂર સુધીની અભિનેત્રીઓ શામેલ છે અને આવી સ્થિતિમાં હવે પ્રિયંકા ચોપરાના ચાહકો પણ રાહ જોઇ રહ્યા છે કે નિક અને પ્રિયંકા ક્યારે માતા-પિતા બનશે અને આવી સ્થિતિમાં એક ઇન્ટરવ્યૂમાં વાતચીત કરતા પ્રિયંકાએ પણ તેના ફ્યૂચર પ્લાનિંગ વિશે કેટલીક વાતો જણાવી છે.

ક્રિકેટ ટીઁમ બનાવવા ઇચ્છે છે પ્રિયંકા: આ વાત એક ઇન્ટરવ્યૂની છે જેમાં ફેમિલી પ્લાનિંગ વિશે પ્રિયંકાને પૂછવામાં આવ્યું હતું. અને પ્રિયંકાએ આ સવાલનો રમુજી જવાબ આપતા કહ્યું હતું કે, તે એક કે બે નહીં પરંતુ 11 બાળકો ઇચ્છે છે જેની એક ક્રિકેટ ટીમ હોય. અને પ્રિયંકાનો આ જવાબ ઘણા સમય સુધી હેડલાઇન્સમાં જોવા મળ્યો હતો.

મારે ઘણા બાળકો જોઈએ છે: વાતચીતમાં આગળ જતા પ્રિયંકાએ કહ્યું કે તે ઘણા બાળકો ઇચ્છે છે અને તે જેટલા બાળકોને સંભાળી શકે તેટલા બાળકોની માતા બનવા ઇચ્છે છે. અને અભિનેત્રીના આ જવાબ પર હવે ચાહકો પણ પોતાના અલગ અલગ રિએક્શન આપતા જોવા મળી રહ્યા છે.

નિકને મેળવીને ખુશ છે પ્રિયંકા: ઘણી વાર એવું જોવા મળી ચુક્યું છે કે પોતાનાથી લગભગ 10 વર્ષ નાના નિક જોનાસ સાથે લગ્ન કરીને પ્રિયંકાને અનેક પ્રકારના સવાલોનો સામનો કરવો પડે છે. જોકે પ્રિયંકાએ તેના સં-બંધો પર તેની કોઈ અસર થવા દીધી નથી અને આજે પણ પ્રિયંકા નિક જોનાસ સાથે એક સુખી લગ્ન જીવન જીવી રહી છે.

એજ ગેપ પર બોલી હતી પ્રિયંકા: નિક અને પ્રિયંકાના સં-બંધોમાં એજ ગેપ પર ઘણીવાર લોકો અને મીડિયાની વાતો સાંભળવા મળે છે પરંતુ પ્રિયંકા આ બધા પર માત્ર એટલું જ કહે છે કે તે આ સં-બંધથી ખુશ છે અને નિકને પણ પ્રિયંકા પસંદ છે. તેમના અનુસાર બંને એકબીજાને અને એકબીજાની સંસ્કૃતિને સારી રીતે સમજી ચૂક્યા છે અને તેમને એકબીજા સાથે ભળવામાં કોઈ સમસ્યા નથી. અને તેમના અનુસાર સં-બંધમાં પણ તે સૌથી મહત્ત્વનું છે, તમારા જીવનસાથી તમને કેટલું સમજે છે. અને પ્રિયંકા અને નિક બંનેએ સ્વીકાર્યું છે કે તે એક બીજા માટે પરફેક્ટ છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Comment