શું તમે જાણો છો તમારા ફેવરિટ સ્ટાર્સની સરનેમ, જો નહિં તો આજે જ જાણો તેમનું આખું નામ…..

મનોરંજન

આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમનું આખું નામ તમે ભાગ્યે જ જાણતા હશો. આ લિસ્ટમાં ઘણા જૂનાથી લઈને આજ સુધીના સ્ટાર્સના નામ શામેલ છે. માત્ર અભિનેતા જ નહીં, ઘણી અભિનેત્રીઓ પણ તેમનું આખું નામ છુપાવે છે. આ ઉપરાંત તેમનું નામ મોટું હોવાને કારણે પણ સ્ટાર પોતે અથવા ઈન્ડસ્ટ્રી શોર્ટ કરી દે છે. આજે અમે તમને તે જ સ્ટાર્સના આખા નામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

કાજોલ: બોલીવુડની 90 ના દાયકાની સૌથી વધુ ડીમાંડેડ અભિનેત્રી કાજોલ એ અજય દેવગન સાથે લગ્ન કર્યા છે ત્યાર પછી તેનું નામ કાજોલ દેવગન થઈ ગયું છે. પણ આ પહેલા કાજોલ માત્ર કાજોલ દ્વારા જ જાણીતી હતી. કાજોલનું અસલી નામ કાજોલ મુખરજી હતું. પરંતુ તેના માતાપિતા અલગ થયા પછી, તેણે તેની અટકનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું.

ધર્મેન્દ્ર: બોલિવૂડના 70 થી 80 ના દાયકાના હેંડસમ અભિનેતા ધર્મેન્દ્ર પણ ઘણીવાર તેમના નામથી જાણીતા છે. તેમનું પુરૂ નામ ક્યારેય લેવામાં આવતું નથી. ધર્મેન્દ્રનું પૂરું નામ ધર્મેન્દ્રસિંહ દેઓલ છે.

રેખા: બોલિવૂડની લિજેન્ડરી અભિનેત્રી રેખા દરેક શોમાં જોવા મળે છે. રેખાને પણ શરૂઆતથી જ તેમના આ નામથી જ ઓળખવામાં આવે છે. રેખા પણ ક્યારેય સરનેમનો ઉપયોગ કરતી નથી. જણાવી દઈએ કે રેખાનું પુરૂ નામ ભાનુરેખા ગણેશન હતું, જેને ટૂકું કર્યા પછી તેમને રેખાનું નામ મળ્યું.

રણવીર સિંહ: બોલિવૂડના નવા સુપરસ્ટાર રણવીર સિંહે પણ તેનું નામ બદલ્યું છે. રણવીર સિંહનું અસલી નામ રણવીરસિંહ ભવાની છે. પરંતુ બોલિવૂડમાં આવતા પહેલા તેણે તેના પૂર્વજોનું ટાઈટલ હટાવ્યું હતું. જેથી તેમનું નામ સરળ અને ટૂંકુ બને.

આસિન: સાઉથની પણ એક અભિનેત્રી છે જેને પોતાનું નામ બદલ્યું છે. આ અભિનેત્રીને તેની અટકનો ઉપયોગ કરતી જોવા મળી નથી. અભિનેત્રી અસિનનું અસલી નામ થોત્તુમકલ છે.

શ્રીદેવી: છેવટે આ નામને કોણ નથી ઓળખતું. શ્રીદેવી બોલિવૂડની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક હતી. શ્રીદેવીનું અસલી નામ શ્રીઆમ્મા યાંગર અયપ્પન હતું, જેને બોલીવુડમાં આવ્યા પછી તેણે શ્રીદેવી કરી લીધું હતું.

અક્ષય કુમાર: બોલિવૂડના ખિલાડી તરીકે જાણીતા અભિનેતા અક્ષય કુમારે પણ પોતાનું નામ બદલ્યું છે. તમને કદાચ તેના પર વિશ્વાસ ન આવે પરંતુ તે સંપૂર્ણ રીતે સાચુ છે. જણાવી દઈએ કે આ બોલિવૂડ સુપરસ્ટારનું અસલી નામ રાજીવ ભાટિયા છે.

તબુ: અભિનેત્રી તબ્બુ પણ ઘણા દાયકાઓથી આપણું મનોરંજન કરે છે. તેણે આજ સુધી લગ્ન કર્યા નથી, તેને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. તબ્બુનું અસલી નામ પણ તમે જાણતા નહિં હોય. તેનું પૂરું નામ તબ્બુસુઅમ હાશ્મી હતું અને બોલવામાં તે ખૂબ લાંબુ હતું.

ગોવિંદા: બોલીવુડ કોમેડી અને ડાન્સના કિંગ અભિનેતા ગોવિંદાનું પૂરું નામ દરેક જાણતા નથી. ગોવિંદાનું પૂરું નામ અરુણ આહુજા છે. પરંતુ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવા માટે, તેમણે પોતાનું નામ ગોવિંદા રાખ્યું હતું.

જીતેન્દ્ર: 80 અને 90 ના દાયકામાં ખૂબ જ પ્રખ્યાત એવા અભિનેતા જીતેન્દ્રનું અસલી નામ પણ કંઈક બીજું છે. તેણે ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા પોતાનું નામ પણ બદલ્યું હતું. પહેલા જીતેન્દ્રનું નામ રવિ કપૂર હતું.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડું ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.