જુડવા ભાઈ બહેન લાગે છે પવનદીપ રાજન અને તેમની બહેન, ખૂબ જ સ્ટાઈલિશ છે તેની બહેન જ્યોતિદીપ, જુવો તસવીરો

ખબરે

ઇન્ડિયન આઇડલ 12 ના વિજેતા રહેલા પવનદીપ રાજન આ દિવસોમાં દરેક જગ્યાએ છવાયેલા છે. નોંધપાત્ર છે કે તેણે 15 ઓગસ્ટના રોજ ઇન્ડિયન આઇડોલ સીઝન 12 ની ટ્રોફી પોતાના નામે કરી હતી. 27 જુલાઈ, 1996 ના રોજ ઉત્તરાખંડના ચંપાવતમાં જન્મેલા પવનદીપ રાજનની સિગિંગના ઘણા લોકોના ચાહક બની ગયા છે. તેમણે જે રીતે સિંગિંગ રિયાલિટી માં પોતાનું ટેલેંટ બતાવ્યું છે તે ખરેખર પ્રશંસનીય છે.

જોકે પવનદીપ રાજન આટલા ટેલેંટેડ હોવાનું એક રાજ તેનું ફેમિલી બેકગ્રાઉંડ પણ છે. તેના પરિવારમાં દરેક સિંગર છે. ખાસ કરીને પવનદીપ રાજનની બહેન જ્યોતિદીપ પણ એક સારી સિંગર છે. જ્યોતિદીપ વિશે રસપ્રદ વાત એ છે કે તે લુકમાં પોતાના ભાઈની જુડવા બહેન લાગે છે. તેમનો નાક નક અને ફેસકટ પવનદીપ રાજન જેવો જ છે. બંને ભાઈ -બહેન લુકમાં ખૂબ જ સુંદર છે.

પોતાના ભાઈ પવનદીપ રાજનની જેમ જ્યોતિદીપ પણ ખૂબ જ ટેલેંટેડ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમને એકથી વધુ ભાષાનું જ્ઞાન છે. તે માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ ઘણી સ્થાનિક ભાષાઓમાં પણ ગીત ગાવાનું ટેલેંટ ધરાવે છે. તેને ઘણા લોકો સિંગરની સાથે રોકસ્ટાર પણ કહે છે. જ્યોતિદીપ ગઢવાલી, કુમાઉની, પંજાબી ગીતો ખૂબ સારી રીતે ગાય લે છે.

પોતાના ભાઈ પવનદીપની જેમ જ્યોતિદીપ પણ સિંગિંગ રિયાલિટી નો ભાગ રહી ચુકી છે. તેમણે વર્ષ 2019 માં ‘વોઇસ ઇન્ડિયા કિડ્સ’ માટે ઓડિશન આપ્યું હતું, પરંતુ તે દરમિયાન તે માં વધુ આગળ વધી શકી નહીં. જ્યોતિદીપ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. જ્યારે પવનદીપ ઇન્ડિયન આઇડોલ 12 નો ભાગ હતો, ત્યારે તે તેના સપોર્ટમાં ઘણી પોસ્ટ કરતી હતી. તેમણે પણ પોતાના ભાઈની આ સફળતામાં સંપૂર્ણ સાથ નિભાવ્યો છે.

જ્યોતિદીપ પોતાની કારકિર્દીમાં ઘણા ગીત ગાઈ ચુકી છે. તેમના દ્વારા ગવાયેલા પહાડી ગીતો ખૂબ જ પ્રખ્યાત છે. પવનદીપ રાજન ઇન્ડિયન આઇડોલ ના વિજેતા બન્યા પછી, તેની બહેન જ્યોતિદીપની લોકપ્રિયતા પણ ધીમે ધીમે વધી રહી છે. ઇન્સ્ટાગ્રામથી લઈને યુટ્યુબ સુધી, લોકો હવે તેને ફોલો કરવા લાગ્યા છે.

જ્યોતિદીપ ત્યારે વધુ લાઈમલાઈટમાં આવી હતી જ્યારે પવનદીપ રાજને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની બહેનનો વીડિયો શેર કર્યો. ત્યાર પછી લોકો તેમને ઓનલાઇન સર્ચ કરવા લાગ્યા. હવે દરેક વ્યક્તિ તેની બહેન વિશે વધુ ને વધુ જાણવા ઈચ્છે છે. જોકે ચાહકોને જે વાત સૌથી વધુ રસપ્રદ લાગી તે એ છે કે બંને ભાઈ બહેન જોવામાં જુડવા લાગે છે. તેની જોડી ખરેખર ખૂબ જ ક્યૂટ છે.

પવનદીપ અને જ્યોતિદીપ વચ્ચે બોન્ડિંગ પણ કમાલનો છે. આ બંને જુગલબંધી પણ ખૂબ સારી રીતે કરી લે છે. બંને એકસાથે ઘણા સ્ટેઝ પ્રોગ્રામ્સમાં પોતાના ટેલેંટનું પ્રદર્શન કરી ચુક્યા છે.

જ્યોતિદીપ તમામ પ્રકારના મ્યૂઝિક પસંદ કરે છે. તે દરેકને સમાન રીતે એન્જોય કરે છે. તે ઘણા મ્યુઝિક વીડિયો પણ બનાવી ચુકી છે. તેને સંગીત સાથે ખૂબ પ્રેમ છે. જ્યોતિદીપ રાજન એક સારી સિંગર હોવાની સાથે સાથે ખુબ જ સ્ટાઇલિશ પણ છે. તેની સ્ટાઈલ અને લુક તેને કોઈ પણ બોલીવુડ હિરોઈનથી ઓછી નથી બનાવતી.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *