‘કાંટા લગા’ ગીત પર મોનાલિસાએ ફ્લાઈટમાં કર્યો ડાંસ, જુઓ Viral Video

વાયરલ

મોનાલિસા ભોજપુરી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે અને તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ભોજપુરી ઈન્ડસ્ટ્રીથી લઈને નાના પડદા સુધી મોનાલિસાએ ધમાલ મચાવી દીધી છે. વળી, તેના પતિ વિક્રાંત સિંહ રાજપૂત પણ સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે. અભિનેતા વિક્રાંત સિંહ રાજપૂત પણ પોતાની પત્ની મોનાલિસાના ફની વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે.

મોનાલિસાના ફોટા અને ગ્લેમરસ વીડિયો

મોનાલિસા ફેન્સ વચ્ચે પોતાની દિલકશ અદાઓનો જાદૂ વિખેરવાનો કોઈ મોકો નથી છોડતી. તે બિકિની લુકથી લઈને સાડી સુધી પોતાના ફોટા અને ગ્લેમરસ વીડિયો શેર કરે છે. વળી, મોનાએ પોતાના અભિનય અને ડાંસ દ્વારા લાખો દર્શકોને દીવાના બનાવ્યા છે. હાલમાં જ મોનાલિસાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે ફ્લાઈટમાં ધમાકેદાર ડાંસ કરતી દેખાય છે.

શાનદાર અંદાજ ફેન્સને ગમ્યો

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલ વીડિયોમાં મોનાલિસાએ સ્લીવલેસ સલવાર સૂટ પહેર્યુ છે અને કાંટા લગા ગીત પર ડાંસ કરી રહી છે. ફ્લાઈટમાં ડાંસનો આ શાનદાર અંદાજ ફેન્સને ગમી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મોનાલિસા કાંટા લગા ગીત પર ડાંસ કરીને જબરદસ્ત એક્સપ્રેશન આપી રહી છે. મોનાલિસાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલ આ વીડિયો પર 15 હજારથી વધુ લાઈક આવી ચૂકી છે. વળી, 38 હજારથી વધુ વાર આ વીડિયોને જોવામાં આવી ચૂક્યો છે.

ફેન્સ કરી રહ્યા છે જોરદાર કમેન્ટ

ફ્લાઈટમાં મોનાલિસાના ડાંસ વીડિયો પર ફેન્સ જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મોનાલિસા હાલમાં ફેન્સની પહેલી પસંદ છે. તે પોતાના ડાંસ વીડિયો અને ફોટા માટે સોશિયલ મીડિયો પર છવાયેલી રહે છે. મોનાલિસા હવે પોતાના નવા શો અનકહી દાસ્તાનને લઈને ચર્ચામાં છે. આ શોનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. સ્ટાર પ્લસ પર આવતા આ શોના પ્રોમોએ ફેન્સનુ એક્સાઈટમેન્ટ વધારી દીધુ છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.