‘તુજમે રબ દિખતા હૈં’ વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા માટે નહીં, પરંતુ આ ખાસ વ્યક્તિ માટે ગાયું હતું

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી તેની બેટિંગ અને ફેશન સ્ટેટસ માટે જાણીતો છે. જેટલી ઝડપે તેનું બેટ ફરે છે, તેટલી જ ઝડપથી તે સૌથી ઝડપી રન બનાવનાર બની ચુક્યો છે. ક્રિકેટ ગ્રાઉન્ડમાં એંગ્રીમેન તરીકે જોવા મળતા વિરાટ ઓછા રોમેંટિક નથી. વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્માની એક ફિલ્મનું ગીત ઘણીવાર ગાય છે, પરંતુ એક વખત તેણે અનુષ્કાની ફિલ્મનું ગીત કોઈ અન્ય માટે ગાયુ હતું, તે પણ ઘૂટણો પર બેસીને. ચાલો જાણીએ તે ખાસ વ્યક્તિ કોણ હતી?

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના દિવસો આજકાલ નાની પુત્રીની કિલકારીઓ વચ્ચે પસાર થઈ રહ્યા છે. વિરાટ કોહલીએ ધ કપિલ શર્મા શોમાં કહ્યું હતું કે તેની પહેલી ગર્લફ્રેન્ડ ખૂબ ધીમે બની હતી, પરંતુ પછી ખૂબ જ ઝડપથી તે ગર્લફ્રેંડ બનાવી લેતા હતા.

કોહલીએ કહ્યું હતું કે જ્યારે તે નાનો હતો ત્યારે તે લગ્નોમાં જતો હતો, ત્યારે તેને હંમેશાં એક જ સિલ્વર કલરનો કોટ પહેરાવવામાં આવતો હતો. વિરાટે જણાવ્યું છે કે જ્યારે તે કોઈના લગ્નમાં જતો હતો, ત્યારે તે નોકરો અને કામ કરનારા લોકો સાથે ડાંસ કરવા લાગતો હતો. પરંતુ એક દિવસે તેમને સમજાયું કે જો તે પોતે ચેંજ નહિં કરે તો તે આવી જ રીતે નાચતા રહેશે.

Sachin Tendulkar

વિરાટે કહ્યું કે જ્યારે તે ટિનએઝ હતો ત્યારે તેણે પોતાનાં કપડાં પસંદ કરવાનું શરૂ કરી દીધું હતું અને ધીરે ધીરે તે ફેશનેબલ બન્યો. આ શોમાં વિરાટે કહ્યું હતું કે તેને અનુષ્કા શર્મા માટે નહીં પણ કોઈ ખાસ વ્યક્તિ માટે તુઝમે રબ દિખતા હૈ ગીત ગાયું હતું. તેમની સાથે હરભજન સિંહ અને યવુરાજસિંહ પણ ગાઇ રહ્યા હતા.

વિરાટે કહ્યું હતું કે તે મુંબઈમાં વર્લ્ડ કપ જીતવાના સેલિબ્રેશન માટે હોટલમાં ગયા હતા. મોટો હોલ બુક કરાવ્યો હતો. ત્યાં ગીત વાગી રહ્યું હતું, ત્યાર પછી તેણે વિચાર્યું કે તેને તેની વિશેષ વ્યક્તિ માટે ગાવું જોઈએ. વિરાટે કહ્યું હતું કે સચિન તેમની માટે ભગવાન જેવા છે અને આ કારણે તેમણે આ ગીત ગાયું હતું.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Comment