ગોપી વહુએ રસ્તા વચ્ચે દેવર સાથે કર્યું કંઇક આવું, સોશિયલ મીડિયામાં થયો Video Viral

મનોરંજન

સાથ નિભાના સાથિયા સિરીયલ ટીવીના ચર્ચિત શોમાંથી એક છે. લોકોને શો ખુબજ ગમતો હતો. આ શોની લીડ એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્ય એ ગોપી વહુનો રોલ નિભાવી ખુબ પોપ્યુલર બની હતી. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે. દરરોજ તે તેના ડાન્સનો વીડિયો અને તસવીરોથી ધમાલ મચાવી રહી છે. હવે આ એક્ટ્રેસનો એક વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક્ટ્રેસ આ વીડિયોમાં તેના કો-એક્ટર સાથે જોવા મળી રહી છે.

દેવોલીનાનો વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટો અને પૂલ વીડિયો જોઈ ફેન્સ હેરાન થઈ ગયા હતા. હવે એક્ટ્રેસે તેના વધુ એક વીડિયોથી ફેન્સને હેરાન કર્યા છે. આ વીડિયોમાં તે રોમેન્ટિક ડાન્સ કરતી જોવા મળી રહી છે તે પણ તેના ઓનસ્ક્રીન દેવર સાથે. લોકો બંનેની કેમેસ્ટ્રી જોઈને સરપ્રાઈઝ થઈ ગયા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક્ટર કોઈ બીજુ નહીં પરંતુ જીગરનો રોલ નિભાવતો વિશાલ સિંહ છે. દેવોલીનાનો આ ડાન્સ વીડિયો ખુબ જ ધમાલ મચાવી રહ્યો છે. દેવોલીનાની જેમ વિશાલ સિંહ એ પણ તેના ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે.

જીગર સાથે ગોપી વહુએ કર્યો ડાન્સ

સાથ નિભાના સાથિયા સિરીયલમાં દેવોલીના ભટ્ટાચાર્ય અને વિશાલ સિંહની સાથે સિન્સ ઓછા હતા. વિશાલ એક આદર્શ દેવરના રોલમાં જોવા મળી રહ્યો હતો, જે ભાભીને મા સમાન ગણતો હતો. સામે આવેલા વીડિયોમાં બંને મોડી રાત્રે સ્ટ્રીટ લાઈટની નીચે રસ્તાની વચ્ચે ડાન્સ કરી રહ્યા છે. બંનેના આ વીડિયો પર ખુબ લાઈક્સ અને કોમેન્ટ આવી રહ્યા છે. ફેન્સની સાથે સાથે સેલિબ્રિટીઝ મિત્રો પણ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. લોકો કોમેન્ટ કરીને એક્ટ્રેસની ઘણી પ્રશંસા કરી રહ્યા છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *