નાના પડદાના લોકપ્રિય શોમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આટલા સમયમાં શોના અનેક કલાકારો બદલાઈ ચૂક્યા છે પરંતુ કહાનીનો ટ્રેક અને મૂળ પ્લોટ એક જ રહ્યો છે. તાજેતરમાં શોમાં નટુકાકાનું પાત્ર ભજવનારા અભિનેતા ઘનશ્યામ નાયકનું નિધન થઈ ગયું.
ફાઈનલ થયા નવા નટુકાકા!
ઘનશ્યામ નાયક આ શોના સૌથી મહત્વપૂર્ણ અને લોકપ્રિય પાત્રોમાંથી એક પાત્ર ભજવી રહ્યા હતા. તેમના નિધન બાદ ફેન્સના મનમાં સવાલ હતો કે હવે કોણ નટુકાકાનું પાત્ર ભજવશે? આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એવી પણ ખબરો આવવાની શરૂ થઈ ગઈ કે મેકર્સે નટુકાકાની ભૂમિકા ભજવવા માટે એક કલાકાર ફાઈનલ કરી લીધો છે.
કોણ ભજવશે નટુકાકાની ભૂમિકા?
.
સોશિયલ મીડિયા પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સંલગ્ન અપડેટ આપતા એક પેજે નવા નટુકાકાની તસવીર શેર કરી છે. આ નવા અભિનેતા જેઠાલાલની દુકાન પર એ જ ખુરશીમાં બેઠેલા જોવા મળી રહ્યા છે જે ખુરશીમાં ઘનશ્યામ નાયક બેસતા હતા. અત્રે જણાવવાનું કે આ શો 2008માં શરૂ થયો હતો અને ત્યારથી લઈને અત્યાર સુધી ટીઆરપી ચાર્ટમાં આ શો ટોપ 5માં સતત જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
હવે ઓફિશિયલ એનાઉન્સમેન્ટનો ઈન્તેજાર
જો કે હજુ સુધી આ અંગે કોઈ અધિકૃત જાહેરાત થઈ નથી. જોવાનું એ રહેશે કે શું ખરેખર આ અભિનેતા નવા નટુકાકા છે? કે પછી આ ફેન્સની અટકળો માત્ર છે. અત્રે જણાવવાનું કે તારક મહેતાના અનેક કલાકારો અત્યાર સુધીમાં બદલાઈ ચૂક્યા છે. પરંતુ કેટલાક કલાકારો એવા પણ છે કે જે શરૂઆત લઈને અત્યાર સુધી શો સાથે જોડાયેલા છે.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.