લગ્ન પહેલા આ અભિનેતાને ખૂબ જ પસંદ કરતી હતી રૂબીના, રાખતી હતી કરવા ચોથનું વ્રત

મનોરંજન

ટીવીની પ્રખ્યાત અભિનેત્રી રૂબીના દિલાઈક અને તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અવિનાશ સચદેવની જોડી મેડ ફોર ઇચ અધર જોડી કહેવાતી હતી. ચાહકોની આ સૌથી ફેવરિટ જોડીમાંની એક હતી. ટેલિવિઝન ઇતિહાસની સૌથી પ્રખ્યાત સીરિયલોમાંની એક છોટી બહૂથી ઘર ઘરમાં પ્રખ્યાત થયેલી રૂબીના આજે કોઈ ઓળખની મોહતાજ નથી. તેણે ટીવી સિરિયલો ઉપરાંત અનેક રિયાલિટી શોમાં પણ કામ કર્યું છે. જોકે આજે અમે તમને રુબીનાની પ્રોફેશનલ નહીં, પરંતુ પર્સનલ લાઈફ વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

રુબીના દિલાઈક અને અવિનાશ સચદેવાની લવ સ્ટોરી ઘણી પ્રખ્યાત છે. એવું કહેવામાં આવે છે કે સિરીયલ છોટી બહૂમાં કામ કરતી વખતે બંને વચ્ચેની નિકટતા ઘણી વધી ગઈ હતી. બંનેએ વર્ષો સુધી એકબીજાને ડેટ કરી છે. એવું પણ કહેવામાં આવે છે કે અવિનાશ સચદેવાએ રૂબીનાના ગ્રાન્ડ ફાધર સાથે લગ્નની વાત કરી હતી. સમાચાર તો એવા પણ આવ્યા હતા કે બંનેએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે અને રુબીનાએ અવિનાશ માટે કરવા ચોથનું વ્રત પણ રાખ્યું હતું. જોકે પછીથી બંનેના સં-બંધમાં અનબન આવી અને પછી બ્રેકઅપ થઈ ગયો, આ બ્રેકઅપથી ચાહકો ખૂબ આશ્ચર્યચકિત થયા હતા.

પર્સનલ સ્પેસ ન આપી શક્યા રૂબીના-અનિનાશ: સમાચારો અનુસાર અવિનાશે રુબીનાને દગો આપ્યો હતો, તેથી આ કપલનો સં-બંધ તૂટી ગયો. જોકે આ વિશે ક્યારેય કોઈ ઓફિશિયલ માહિતી મળી નથી. જોકે રુબીના અને અવિનાશ બંને પોતાની જિંદગીમાં આગળ વધી ચુક્યા છે.

અવિનાશે પોતાની કો-સ્ટાર શાલમલી દેસાઇ સાથે લગ્ન કર્યાં, પરંતુ આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને ટૂંક સમયમાં જ તેમના છૂટાછેડા થઈ ગયા. આ પછી અવિનાશે પલક સાથે બીજા લગ્ન કર્યા. આવી સ્થિતિમાં અવિનાશે પલક સાથે નચ બલિએમાં પાર્ટિસિપેટ કર્યું ત્યારે એક એપિસોડમાં અવિનાશને રૂબીના સાથેની રિલેશનશિપ વિશે પૂછવામાં આવ્યું.

તેનો જવાબ આપતા અવિનાશે કહ્યું કે ‘રૂબીના અને હું લાઈફમાં દરેક ચીજ માટે ખૂબ જ ઈનસિક્યોર હતા અને અમે બંને એક બીજાને પર્સનલ લાઈફમાં સ્પેસ આપી શક્યા નહિં. આ કારણે અમારો બ્રેકઅપ થઈ ગયો અને અમે બંને હંમેશા માટે અલગ થઈ ગયા.

રૂબીનાના લગ્નમાં પણ આવી ઘણી સમસ્યાઓ: બીજી તરફ, અવિનાશથી અલગ થયા પછી રૂબીનાએ અભિનવ સાથે વર્ષ 2018 માં લગ્ન કર્યા. લગ્ન પછી તેમની પર્સનલ લાઈફમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા, જોકે હવે તેમની વચ્ચે બધુ બરાબર છે અને તે સાથે છે. તાજેતરમાં જ અભિનવને બિગ બોસના ઘરમાંથી બહાર કરવામાં આવ્યા છે. બિગ બોસમાં રુબીના પણ સિનિયર સ્પર્ધક તરીકે હાજર છે.

આવી સ્થિતિમાં જ્યારે અભિનવ બિગ બોસના ઘરની બહાર થયો હતો ત્યારે રુબીના ખૂબ રડી હતી. જોકે તેને આ વાતનો બિલકુલ અંદાજ ન હતો કે અભિનવ આ રીતે બિગ બોસમાંથી બહાર થશે. આવી સ્થિતિમાં બંને ખૂબ ઈમોશનલ થઈ ગયા હતા.

બિગ બોસના એક એપિસોડમાં રુબીના દિલેકે જણાવ્યું હતું કે 7 થી 8 વર્ષ પહેલા તે ખૂબ ગુસ્સે થતી હતી અને તે દરમિયાન આત્મહત્યાનો પણ વિચાર આવતો હતો. તેણે કહ્યું કે તેનું એક મોટું કારણ મારા અને અવિનાશ વચ્ચેનો તણાવપૂર્ણ સં-બંધ હતો.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *