બોલિવૂડના આ 5 સુપર સ્ટાર હવે બની ગયા છે બિઝનેસમેન! ફિલ્મો સિવાય પણ કરે છે કરોડોની કમાણી…

ખબરે

બોલીવુડ સ્ટાર્સ તેમની ફિલ્મોથી કરોડોની કમાણી કરે છે, પરંતુ એવા કેટલાક સ્ટાર્સ છે જે ફિલ્મોમાં સફળ થવાની સાથે સાથે બિઝનેસમાં પોતાનો હાથ અજમાવ્યો. અમે તમને બોલિવૂડના આવા પાંચ ટોપ સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ…

શાહરૂખ ખાન

બોલિવૂડના મોટા સુપરસ્ટાર શાહરૂખ ખાન છે, તેની બિઝનેસ સ્કિલ પણ એટલી જ મહાન છે. તે આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સના સહ-માલિક છે, તેમણે અભિનેત્રી જૂહી ચાવલા સાથે મળીને ખરીદી છે. શાહરૂખ ખાન 500 કરોડના ટર્નઓવર સાથે રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટના પણ સહ-માલિક છે.

સલમાન ખાન

સલમાન ખાનનો પણ પોતાનો બિઝનેસ છે.ફિલ્મોના નિર્માણ ઉપરાંત, તે વ્યાવસાયિક સાહસમાં પણ સામેલ છે, જેમાં સ્પર્ધાત્મક રમતો, સમર્થન, બ્રાન્ડેડ કપડાંનો સમાવેશ થાય છે. તેની પોતાની બ્રાંડ બીઇંગ હ્યુમન ખૂબ જ લોકપ્રિય છે એક રિપોર્ટ મુજબ યાત્રા ડોટ કોમમાં પણ સલમાનની હિસ્સેદારી છે.

રિતિક રોશન

રિતિક રોશન તેના સુંદર દેખાવ અને ફિટનેસ પર વધુ ધ્યાન આપે છે. તેનું મગજ બિઝનેસમાં પણ તેજ ચાલે છે. તેની પોતાની ફેશન બ્રાન્ડ HRXમાં મોટાભાગનો હિસ્સો ફ્લિપકાર્ટના ઓનલાઇન શોપિંગ પોર્ટલ માયન્ટ્રાને વેચ્યો છે. રિતિક રોશને 2013 માં ફિટનેસ કપડાંની બ્રાન્ડ HRXની શરૂઆત કરી હતી. રિતિક રોશન મુંબઇમાં સેન્ટર કલ્ટ નામના જીમના માલિક પણ છે, તેમજ બેંગ્લોરમાં ફિટનેસ જિમ ક્યુરિફિટમાં ઇક્વિટી હિસ્સો પણ ધરાવે છે.

અજય દેવગણ

બોલિવૂડના કેટલાક પ્રતિભાશાળી કલાકારોમાં અજય દેવગણનું નામ શામેલ છે. અજય દેવગન તેના અન્ય ધંધા પર એટલું જ ધ્યાન આપે છે જેટલું તે પોતાની ફિલ્મોમાં. અજય દેવગને ઘણા વ્યવસાયમાં રોકાણ કર્યું છે. તેમણે રોહ ગ્રુપ સાથે મળીને ગુજરાતમાં ચરંકા સોલર પ્રોજેક્ટમાં રોકાણ કર્યું છે, જે ગુજરાતમાં 2011 માં શરૂ કરવામાં આવ્યું હતું. અજય દેવગન એક VFX સ્ટુડિયો પણ ધરાવે છે.

અક્ષય કુમાર

ફોર્બ્સની યાદીમાં સૌથી વધુ કમાણી કરનારા સ્ટાર્સની યાદીમાં સામેલ અક્ષય કુમારનું નામ પણ સામેલ છે. અક્ષય કુમારે વર્ષ 2008 માં તેના પિતાના નામે હરિ ઓમ પ્રોડક્શનની શરૂઆત કરી હતી, આ લેબલમાં અત્યાર સુધી 15 ફિલ્મો બની છે. અક્ષય કુમારે હેલ્થકેર પ્લેટફોર્મ GOQii માં રોકાણ કર્યું છે. PUBG પર પ્રતિબંધ મૂકાયા બાદ દેશમાં FAU-G નામની Battle Royale game ભારતમાં લોન્ચ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.