તમને પણ લાગ્યુંને કે આ શાહરુખ ખાન છે! હમશક્લ ઈબ્રાહિમ કાદરીને જોઈને ચાહકો હેરાન

અજબ-ગજબ

બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં આવા ઘણા સ્ટાર્સ છે, જેમના હમશક્લ છે અને તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. હવે સુપરસ્ટાર શાહરુખ ખાન નો એક હમશક્લ સામે આવ્યો છે, જેને એકવાર જોઈને કોઈ પણ થાપ ખાઈ શકે છે. શાહરુખ ખાનના આ હમશક્લનું નામ ઈબ્રાહિમ કાદરી છે. ઈબ્રાહિમ કાદરી ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના વીડિયો અને ફોટોઝ શેર કરતો રહે છે.

ઈબ્રાહિમ કાદરી ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયો શેર કરતો રહે છે. આમાં તમે જોઈ શકો છો કે તેનો દેખાવ, ડ્રેસિંગની રીત અને અભિનય સુધી શાહરુખ ખાન જેવું મળતું છે. તેણે શાહરૂખ ખાન ના ઘણાં જૂના હિટ ગીતો પર પરફોર્મ કરીને વીડિયો પણ બનાવ્યો છે. ઈબ્રાહિમ કાદરીને એકવાર જોઈને તમે ચોક્કસ ચોંકી જશો અને તમારી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે.

શાહરૂખ ખાન ના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે વર્ષ 2018માં રિલીઝ થયેલી ડિરેક્ટર આનંદ એલ રાયની ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા હતા. હવે શાહરુખ ખાન દીપિકા પદુકોણ અને જોન અબ્રાહમ સાથે ફિલ્મ ‘પઠાણ’ નું શૂ’ટિં’ગ કરી રહ્યા છે.

શાહરુખ ખાન ફિલ્મ ‘પઠાણ’ સિવાય દિગ્દર્શક અયાન મુખર્જીની મલ્ટિસ્ટારર ફિલ્મ ‘બ્ર’હ્મા’સ્ત્ર’ અને આમિર ખાન અને કરીના કપૂર ની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ માં કે’મિ’યો રોલ કરતા જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.