કરોડો રૂપિયાની કમાણી હોવા છતાં આજે પણ ભાડાના ઘરમાં રહે છે આ કલાકારો, કારણ છે જાણવા જેવું

ખબરે

ફિલ્મી સિતારા લગભગ પોતાની દરેક ફિલ્મ માટે કરોડો રૂપિયા ફી ચાર્જ કરતા હોય છે. આવામાં તેમને પોતાની લાઈફ સ્ટાઈલ મેનેજ કરવામાં પણ ખુબ પૈસા ખર્ચવા પડે છે. આપણા બોલીવુડમાં અનેક એવા સિતારા છે જે કરોડો રૂપિયાની ફી લેવા છતાં આજે પણ મુંબઈમાં ભાડાના ઘરમાં રહે છે. આ માટે દર મહિને લાખો રૂપિયા ભાડું પણ ખર્ચે છે. જો કે ભાડા પર રહેવું એ આ સિતારાઓની કોઈ મજબૂરી નથી પરંતુ તેઓ પોતાની મરજીથી રહે છે. જાણો તેમના વિશે….

અનુપમ ખેર

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે થોડા સમય પહેલા જ એ વાતનો ખુલાસો કર્યો હતો કે તેઓ આજે પણ મુંબઈમાં ભાડાના ઘરમાં રહે છે. તેમનું કહેવું છે કે તેમણે 4-5 વર્ષ પહેલા એવો નિર્ણય કરી લીધો હતો કે તેઓ પોતાની કોઈ પ્રોપર્ટી ખરીદશે નહીં. તેમણે 4 વર્ષ પહેલા શિમલામાં એક ઘર ખરીદ્યું હતું પરંતુ તે તેમની માતા માટે છે.

ઋતિક રોશન

બોલીવુડના ગ્રીક ગોડ કહેવાતા અભિનેતા ઋતિક રોશન પણ મુંબઈના જૂહુ વિસ્તારમાં એક ભાડાના ફ્લેટમાં પોતાના બંને પુત્રો સાથે રહે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અભિનેતા આ ઘર માટે 8.25 લાખ ભાડુ આપે છે. અભિનેતાએ આ ફ્લેટ રેનુ નરજ કોચર નામની વ્યક્તિ પાસેથી ભાડે લીધો હતો. રિપોર્ટ્સ મુજબ ઋતિકના આ ઘરનું એગ્રીમેન્ટ 1 એપ્રિલ 2020થી 31 માર્ચ 2025 સુધી છે.

જો કે તેમાં ચોંકાવનારી વાત એ પણ છે કે આગામી 3 વર્ષ બાદ તેના આ ઘરનું ભાડું 9 લાખ રૂપિયા થઈ જશે. આમ તો મુંબઈમાં ઋતિકના 2 ઘર છે જેમાંથી એકમાં તેના પિતા રાકેશ રોશન અને બીજામાં નાની રહે છે.

અદિતી રાવ હૈદરી

બોલીવુડ અને સાઉથ ફિલ્મોમાં પોતાના અભિનયનો કમાલ દેખાડનારી અદિતિ રાવ હૈદરી પણ મુંબઈમાં ભાડાના ફ્લેટમાં રહે છે. શું તમે જાણો છો કે અદિતિ હૈદરાબાદના શાહી ખાનદાન સાથે ઘરૌબો ધરાવે છે. આમ છતાં તે ભાડાના ઘરમાં રહેવાનું પસંદ કરે છે. વાત જાણે એમ છે કે અદિતિનું કહેવું છે કે પ્રોપર્ટીમાં પૈસા રોકવા કરતા સારું છે કે ભાડે રહેવું. અત્રે જણાવવાનું કે અભિનેત્રી દર મહિને લાખો રૂપિયા ભાડામાં ખર્ચે છે.

નવાઝુદ્દીન સિદ્દીકી

પોતાના અભિનયથી ઘેર ઘેર જાણીતા નવાઝુદ્દીન સિદ્દીકી અત્યારે ઈન્ડ્સ્ટ્રીમાં મોટું નામ ગણાય છે પરંતુ આમ છતાં તે મુંબઈના વર્સોવા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. અભિનેતાનું કહેવું છે કે તેમનું લક્ષ્ય મુંબઈમાં ઘર ખરીદવાનું નહીં પરંતુ અભિનયની દુનિયામાં નામ કમાવવાનું છે.

ઋચા ચઢ્ઢા અને અલી ફૈઝલ

અભિનેત્રી ઋચા ચઢ્ઢા અને અલી ફૈઝલની રિલેશનશીપથી તો દરેક વાકેફ છે. તેમના ફેન્સ હંમેશા તેમને સાથે જોવાનું પસંદ કરે છે. આ બંને એક બીજા સાથે સમય વીતાવવાની કોઈ તક છોડતા નથી. આવામાં બંને સાથે જ મુંબઈના એક અપાર્ટમેન્ટમાં કહે છે. જો કે તેમણે હજુ પોતાનું ઘર ખરીદ્યું નથી. તેઓ ભાડાના મકાનમાં જ રહે છે.

અભિનેત્રીએ તેનું કારણ જણાવતા કહ્યું હતું કે તે પ્રોપર્ટી ખરીદવામાં વિશ્વાસ ધરાવતી નથી. હાલ સાથે રહેવા માટે તેમની પાસે એક સુંદર ઘર છે જે પૃથ્વી થિયેટરની પાસે છે. ઋચાએ જણાવ્યું હતું કે તેમણે અહીંથી જ મુંબઈમાં પોતાની સફરની શરૂઆત કરી હતી.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.