‘બબીતાજી’એ દરિયા કિનારે લીધું ‘મડ બાથ’, લોકોએ જેઠાલાલનું નામ લઈને ચીડવી

મનોરંજન

ટેલિવિઝન એક્ટ્રેસ મુનમુન દત્તાને ભલે લોકો અસલી નામથી ન ઓળખતા હોય પરંતુ ‘બબીતાજી’ કહો એટલે નાનું બાળક પણ તેને ઓળખી જાય. મુનમુન દત્તા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલ શરુ થઈ ત્યારથી ‘બબીતાજી’નું પાત્ર ભજવી રહી છે અને આ પાત્રથી તે ઘર-ઘરમાં જાણીતી થઈ છે. એક્ટ્રેસની એક્ટિંગ લોકોને પસંદ આવી રહી છે. તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે અને પોતાના ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

Advertisement

હાલમાં મુનમુન દત્તાએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક એવી તસવીરો શેર કરી છે, જેને જોઈને ફેન્સ તેને ‘જેઠાલાલ’નું નામ લઈને ચીડવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સીરિયલમાં જેઠાલાલ બબીતાજીને ખૂબ પસંદ કરે છે અને તેની એક ઝલક મેળવવા માટે હંમેશા તલપાપડ રહે છે.

વાત એમ છે કે, મુનમુન દત્તાએ દરિયાકિનારે પોઝ આપતી કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે મડ બાથ લેતી જોવા મળી રહી છે. આ સાથે તેણે લખ્યું છે ‘ડેડ સી અને તેનું થેરેપીયૂટિક મડ હાથ’. આ સાથે તેણે જણાવ્યું છે આ તસવીર વર્ષ 2017ની છે અને જોર્ડનમાં ક્લિક કરવામાં આવી હતી.

એક્ટ્રેસની તસવીર ફોલોઅર્સ કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે તેને ‘નહાવા જવા નહાવા’ તેવી સલાહ આપી છે. એક યૂઝરે લખ્યું છે ‘જેઠા માટે આટલું બધું’. એકે લખ્યું છે ‘હવે તું મિસિસ ઐયર જેવી લાગે છે’. અન્યએ લખ્યું છે ‘જેઠાલાલને કોઈ બોલાવો’. તો એકે લખ્યું છે ‘તેથી જ જેઠાલાલ તારી પાછળ પાગલ છે’. આ સિવાય એક યૂઝરે લખ્યું છે ‘માત્ર જેઠાલાલની કમી છે’. બીજી તરફ એક્ટ્રેસના ફેન્સ ફાયર અને હાર્ટ ઈમોજી શેર કર્યા છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *