શુ તમે જોઈ છે પ્રિયંકા ચોપડાની હમશકલને? તસવીરો જોઈને તમે પણ કહેશો કે વાહ ગજબ છે

ખબરે

બોલિવૂડમાં સુંદર અને ટેલેંટેડ અભિનેત્રીઓની કમી નથી. તેમાંની એક છે પ્રિયંકા ચોપડા. જણાવી દઈએ કે હવે પ્રિયંકા ચોપડા માત્ર બોલિવૂડ સુધી જ મર્યાદિત નથી. આ સમયમાં પ્રિયંકાના ચાહકો વિદેશમાં પણ વધી રહ્યા છે. તેનું કારણ એ છે કે પ્રિયંકાએ અત્યાર સુધીમાં ઘણા હોલીવુડ પ્રોજ્ક્ટમાં કામ કર્યું છે. પ્રિયંકાનો ટીવી શો ક્વાંટિકો ખૂબ પ્રખ્યાત થયો હતો. આ ટીવી સિરીઝમાં પ્રિયંકાનો નવો લુક જોવા મળ્યો છે. પ્રિયંકાએ તેના વિ’રો’ધીઓના મોં પર તાળું પોતાના સુંદર કામથી લગાવી દીધું છે.

પ્રિયંકાની કેટલીક ફિલ્મોમાં વિ’રો’ધી પણ કરે છે તેમની પ્રસંશા: એક સમય હતો જ્યારે પ્રિયંકાને બોલિવૂડમાં કામ કરવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. હવે બધા સ્ટાર્સ પ્રિયંકાના પક્ષમાં ચાલી રહ્યા છે. જે ફિલ્મમાં પ્રિયંકા હોય છે, હવે તે ફિલ્મની સફળતાની ગેરેંટી હોય છે. પ્રિયંકા ચોપડા વિશે એક વાત કહેવામાં આવે તો તે ખોટી નહિં હોય કે પ્રિયંકા બ્યૂટી વિથ બ્રેઈનવાળી અભિનેત્રી છે. પ્રિયંકાએ તેની કારકિર્દીમાં ઘણી મહાન ફિલ્મો આપી છે. કેટલીક ફિલ્મોમાં તેની એક્ટિંગની વિ’રો’ધીઓ પણ પ્રશંસા કરે છે.

સાથેની અભિનેત્રીઓ થઈ ચુકી છે ગાયબ: પ્રિયંકાએ જ્યારે બોલિવૂડમાં પગ મૂક્યો હતો ત્યારે કોઈને વિશ્વાસ ન હતો કે પ્રિયંકા આટલી લાંબી ઇનિંગ રમશે. તેની સાથેની ઘણી અભિનેત્રીઓને આજે મુશ્કેલીથી કામ મળી રહ્યું છે. પરંતુ પ્રિયંકાને કામનો ઇનકાર કરવો પડે છે. જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડા પણ એક નાના શહેરની છે. પરંતુ તેણે બોલિવૂડમાં ઘણા મોટા-મોટા કામ કર્યા છે. પ્રિયંકાની ‘બર્ફી’ ‘સાત ખુન માફ’ ‘મેરી કોમ’ માં દર્શકોએ પ્રિયંકા અને તેની એક્ટિંગની ખૂબ પ્રસંશા કરી હતી.

દુનિયામાં એક વ્યક્તિની હોય છે 7 હમશકલ: ઘણીવાર તમે લોકોને કહેતા સાંભળ્યા હશે કે આ દુનિયામાં દરેક વ્યક્તિની શકલના સાત લોકો હોય છે. તેમાંથી ઘણાના હમશકલ જોવા પણ મળી ચુક્યા છે. જોકે લોકોના સાત હમશકલ હોય છે કે નહિં તે કહેવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ કેટલીકવાર આપણને કોઈ ચર્ચિત વ્યક્તિની હમશકલ જોવા મળે છે તો લોકો તેને ખૂબ પસંદ કરે છે. આજના સોશિયલ મીડિયાના જમાનામાં મોટા સ્ટાર્સના હમશકલને પણ તે સ્ટાર જેટલી જ લોકપ્રિયતા મળવા લાગે છે. આજકાલ, પ્રિયંકા ચોપડાની હમશકલ મળી ગઈ છે અને તે ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે.

પહેલા પણ પ્રિયંકા ચોપડાની બે હમશકલ મળી ચુકી છે: જણાવી દઈએ કે તાજેતરમાં ન્યૂયોર્કની મોડેલ મેગન મિલને તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. મેગનની તસવીર ખૂબ વાયરલ પણ થઈ રહી છે. મેગનની તસવીર વાયરલ થવા પાછળનું એક સૌથી મોટું કારણ એ પણ છે કે મેગનનો ચહેરો બિલકુલ પ્રિયંકા ચોપડા જેવો જ લાગે છે. જો મેગનની સોશિયલ મીડિયા પ્રોફાઇલની ચકાસણી કરવામાં આવે તો ખબર પડશે કે મેગનની છેલ્લી ઘણી તસવીરો બિલકુલ પ્રિયંકા ચોપડાની સ્ટાઈલમાં લેવામાં આવી છે. તસવીરો જોઈને એવું લાગે છે કે તે પ્રિયંકાને ઘણા સમયથી ફોલો કરી રહી છે. આ પહેલા પાકિસ્તાની મોડલ ઝહાલે અફરીદી અને બૈંકુઅરની નવપ્રીત બંગાને પણ પ્રિયંકા ચોપડાની હમશકલ કહેવામાં આવી ચુકી છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.