બાલિકા વધૂના ‘દાદી સા’ સુરેખા સીકરીનું નિધન, 75 વર્ષની ઉંમરે મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ

ખબરે

ટેલિવિઝન ક્ષેત્રે એક અલગ ચીલો ચીતરનાર સીરીયલ બાલીકા વધુમાં કડક, ખુમારીવાળા દાદી સાનું પાત્ર ભજવનાર સુરેખા સિકરીનું મુંબઈમાં નિધન થયું છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અભિનેત્રી સુરેખા સિકરીનું મુંબઈમાં નિધન થયું છે. કાર્ડિયાક એરેસ્ટને કારણે તેમણે 75 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. પ્રખ્યાત સીરિયલ બાલિકા વધુમાં દાદી સાની ભૂમિકા નિભાવનારા સુરેખાના નિધનથી ટીવી દુનિયામાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

અભિનેત્રીના મેનેજરે તેમના નિધનની પુષ્ટિ કરી છે. મેનેજરે કહ્યું કે આ ખુબજ દુખની વાત છે કે સુરેખા જીવંત નથી રહ્યા. આજે સવારે 75 વર્ષની વયે તેમનું અવસાન થયું. તેઓ ઘણા સમયથી હોસ્પિટલમાં હતા. તેમના ફેફસામાં પાણી ભરાઈ ગયા હતા અને દવાઓ પર જે અસર થવી જોઈએ તે થઈ રહી ન હતી.

બ્રેઇન સ્ટોકના કારણે તેમના મગજમાં ગાંઠો વળી ગઇ હતી જેની સર્જરી કરવામાં આવી હતી અને સારવાર ચાલી રહી હતી. સુરેખાને વર્ષ 2020 માં બ્રેઇન સ્ટ્રોક થયો હતો. ત્યારબાદ સતત તેઓ મુશ્કેલીમાં હતા આજે સવારે તેમને હાર્ટ એટેક આવતા અભિનેત્રીનું નિધન થયુ હતુ. સુરેખાએ થિયેટર, ફિલ્મ અને ટીવીમાં ઘણું કામ કર્યું છે.

1978 ની સાલમાં રાજકીય ડ્રામા ફિલ્મ ‘કિસા કુર્સી કા’ ફિલ્મથી શરૂઆત કરી હતી. તે પછી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. સુરેખાને સહાયક અભિનેત્રી માટે ત્રણ વખત રાષ્ટ્રીય ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published.