‘તારક મહેતા…’ના તમારા ફેવરિટ કલાકારો બાળપણ અને યુવાનીમાં આવા દેખાતા હતા

મનોરંજન

સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. સીરિયલના કલાકારોને દર્શકોનો અપાર પ્રેમ મળ્યો છે. અહીં તમારા માટે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પોપ્યુલર કલાકારોના બાળપણની તેમજ યુવાનીની તસવીરો શોધી લાવ્યા છીએ. સૌથી પહેલા શરૂઆત દિશા વાકાણીથી કરીએ. દિશા આ શોમાં દયાબેનના રોલમાં જોવા મળે છે. હાલ તો દિશાએ શોમાંથી મેટરનિટી બ્રેક લીધો છે. દિશાની બાળપણની અને હાલની તસવીર જોશો તો ખબર પડશે કે તેના ચહેરામાં ખાસ ફેરફાર આવ્યો નથી. બાળપણની તસવીરમાં બે ચોટાલામાં દિશા ક્યૂટ લાગી રહી છે.

દિલીપ જોષી સીરિયલમાં જેઠાલાલના રોલમાં જોવા મળે છે. થોડા દિવસ પહેલા દિલીપ જોષીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર 1983ની પોતાની આ તસવીર શેર કરી હતી. દિલીપ જોષીએ ‘તારક મહેતા…’ પહેલા અનેક નાટકોમાં ભાગ લીધો હતો ત્યારે આ તસવીર પૃથ્વી થિયેટરના ગ્રીનરૂમની છે તેમ પોસ્ટમાં દિલીપ જોષીએ ઉલ્લેખ કર્યો હતો.

જેનિફર મિસ્ત્રી બંસીવાલ સીરિયલમાં રોશનભાભીનો રોલ કરે છે. રોશને થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર શેર કરી હતી. સાથે જ લખ્યું હતું, “કોણ છે? જ્યારે હું નાની છોકરી હતી. જ્યારે હું 14 વર્ષની હતી.”

ડૉ. હાથીનો રોલ કરતાં એક્ટર નિર્મલ સોની નાનપણના દિવસોમાં પણ અત્યારના જેવા હૃષ્ટપુષ્ટ હતા. નિર્મલ સોનીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ તસવીર શેર કરતાં લખ્યું હતું, “જ્યારે હું સ્કૂલમાં હતો…મારું આઈ-કાર્ડ.”

કોમલ હાથીનો રોલ કરતી એક્ટ્રેસ અંબિકા રંજનકરે થોડા સમય પહેલા પોતાના યુવાનીના દિવસોની તસવીર શેર કરી હતી. અંબિકાએ કોલેજના દિવસોની આ તસવીર શેર કરતાં જણાવ્યું હતું કે, તેણે હિન્દી, મરાઠી અને ગુજરાતી નાટકો કર્યા છે અને તેના આધારે જ તેને સીરિયલોમાં કામ મળ્યું છે. તેને ક્યારેય ઓડિશન કે સ્ક્રીન ટેસ્ટ આપવાની જરૂર નથી પડી. હવે તેની ઈચ્છા ઈંગ્લિશ જાહેરાત કરવાની છે.

મુનમુન દત્તા એટલે ‘તારક મહેતા…’ના બબીતાજી. મુનમુનની આ બાળપણની તસવીરમાં તે હાર્મોનિયમ વગાડતી જોવા મળે છે. તેણે સોશિયલ મીડિયા પર આ તસવીર શેર કરી હતી. જણાવી દઈએ કે એક્ટ્રેસ હોવા ઉપરાંત મુનમુન તાલીમબદ્ધ ગાયિકા છે.

માધવી ભીડેનો રોલ કરતી એક્ટ્રેસ સોનાલિકા જોષીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બાળપણની તસવીર શેર કરી હતી. જેમાં તે ખૂબ ક્યૂટ લાગી રહી છે.

ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ ભીડેનો રોલ કરતાં એક્ટર મંદાર ચાંદવાડકરે થોડા દિવસ પહેલા પોતાની યુવાનીની તસવીર શેર કરી હતી. વ્હાઈટ ટી-શર્ટમાં મંદાર હેન્ડસમ લાગે છે.

સીરિયલમાં લેખક અને જેઠાલાલના ફાયરબ્રિગેડના રોલમાં જોવા મળતા તારક મહેતા એટલે કે એક્ટર શૈલેષ લોઢાના યુવાનીના દિવસોની આ તસવીર છે.

એક્ટર શ્યામ પાઠક આ સીરિયલમાં પત્રકાર પોપટલાલનો રોલ કરે છે. યુવાનીના દિવસોની આ તસવીરમાં પણ તે સરસ લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *