હવે રિયલ લાઈફમાં દુલ્હનના લુકમાં જોવા મળશે મૌની રોય, દુબઈના આ બિઝનેસમેન સાથે કરશે લગ્ન

ખબરે

ટીવીથી બોલિવૂડમાં આવેલી અભિનેત્રી મૌની રોય અવારનવાર હેડલાઈન્સમાં રહે છે ક્યારેક તેની તસવીરોને લઈને તો ક્યારેક તેના ડાંસને લઈને. તેમાં કોઈ શક નથી કે મૌની એ ખૂબ મહેનતથી આ સફર કરી છે. ઘણા વર્ષોની મહેનત પછી તે બોલીવુડમાં એન્ટ્રી કરી શકી. ટીવી પર આવનારો એકતા કપૂરનો પ્રખ્યાત શો નાગિન મૌની માટે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ રહ્યો હતો. અહીંથી મૌનીને ઘર-ઘરમાં ઓળખ મળી હતી.

આજકાલ મૌનીના લગ્નના સમાચાર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે અભિનેત્રી મૌની રોય તેના દુબઈ સ્થિત બોયફ્રેન્ડ સૂરજ નાંબિયાર સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર દરેક વખતે થોડા સમયના અંતરે મૌની તેના બોયફ્રેન્ડ સૂરજ નાંબિયારને મળવા પહોંચે છે. સુરજ નંબિયાર દુબઈનો એક બેંકર છે, જેની સાથે મૌની રોયના લગ્નના સમાચાર ઉડી રહ્યા છે.

મૌની રોયને ફરીથી દુબઈથી આવતા જોઈને તેના ચાહકો પણ ચિંતિત છે કે આખરે મૌની ક્યારે લગ્ન કરશે. આ દરમિયાન એવા સમાચાર સામે આવ્યા છે જેને જાણીને મૌની રોયના ચાહકોની ખુશીનું ઠેકાણું નહિં રહે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર થોડા દિવસો પહેલા જ મૌનીની માતાએ સૂરજ નંબિયારના પરિવાર સાથે મુલાકાત કરી હતી. થોડા દિવસો પહેલા જ એક મોટા ઈંગ્લિશ ન્યૂઝ પેપરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે મૌની રોયની માતા થોડા સમય પહેલા જ મંદિરા બેદીના ઘરે પહોંચી હતી. મંદિરા બેદીના ઘરે જ આ બંને લવ બર્ડ્સના પેરેંટ્સ મળ્યા હતા.

આ લગ્નની વાત કરવા માટે મૈની રોયનો ભાઈ પણ શામેલ હતો. સમાચારો અનુસાર આ મુલાકાત પછી મૌની રોયના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ટૂંક સમયમાં જ તસવીરોમાં આપણને મૌની રોય અને સૂરજ નાંબિયારના લગ્નના કાર્ડ્સ જોવા મળશે. થોડા દિવસો પહેલા આ સુંદર આ અભિનેત્રીએ સૂરજ નાંબિયારના માતા-પિતા સાથેની તસવીર પણ શેર કરી હતી.

આ તસવીરમાં મૌની એ જે લખ્યું હતું તે આ સંબંધ વિશેની વાતને વધુ પાકી બનાવે છે. આ તસવીરમાં મૌની રોયે સૂરજ નાંબિયારના માતા-પિતાને મોમ ડેડ જણાવ્યા છે. આ પહેલા પણ મૌની રોયે તેની માતા અને ભાઈ સાથે એક સુંદર તસવીર શેર કરી હતી. તે તસવીરોમાં મૌની તેની માતા સાથે આરામ કરતી જોવા મળી હતી. હવે મૌનીના ચાહકો પણ તેમના લગ્નના સમાચારોની રાહ જોઇ રહ્યા છે.

જણાવી દઈએ કે મૌની રોય હંમેશાં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, મૌની રોય તેની બોલ્ડ તસવીરો અને વીડિયો દ્વારા થોડા દિવસે ઈન્સ્ટાગ્રામ પર તેના ચાહકોનું મનોરંજન કરતી રહે છે. ફરી એકવાર મૌની રોયે તેના ફેન્સને ગિફ્ટ આપી છે. આશા છે કે તે ટૂંક સમયમાં તેના લગ્નના સમાચાર આપશે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.