મંદિરા બેદીએ પતિ રાજનાં નિધનનાં 5 દિવસ બાદ શેર કરી એવી પોસ્ટ કે જોનારાનું પણ કાળજું ભરાય આવે.

ખબરે

મંદિરા બેદીએ પતિ રાજ કૌશલના મોતના પાંચ દિવસ બાદ તેનાં ઇન્સટાગ્રામ પેજ પર એક તસવીર શેર કરી છે. આ તસવીર અને તેની સાથે શેર કરેલી કમેન્ટ જોઇને જ ફેન્સનું દિલ તુટી જશે. તેણે પતિ સાથેની ત્રણ તસવીરો શેર કરી છે. જેની બાજુમાં તેણે તુટેલાં હાર્ટની ઇમોજી શેર કરી છે.

આ તસવીરમાં મંદિરા પતિ રાજ કૌશલ સાથે એકદમ ખુશ જોવા મળે છે. આ તસવીર શેર કરતાં મંદિરાએ માત્ર એક તૂટેલા હાર્ટની ઈમોજી શેર કરીને પોતાની સ્થિતિ વર્ણવી છે. આ પહેલાં મંદિરાએ તેનું ડિસ્પલે પિક્ચર બ્લેક કલરનું મુકીને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.

હાલમાં જ જ્યારે રાજની પ્રાર્થના સભા યોજવામાં આવી હતી ત્યારે તેનાં ફોટાની આગળ વિસ્કીનો ગ્લાસ મુકવામાં આવ્યો હતો આ તસવીર મૌની રોયે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી હતી મોતના ત્રણ દિવસ પહેલાં પાર્ટી કરી હતી

રાજ ખુબજ જીંદાદિલ વ્યક્તિ હતો. તેણે નિધનનાં બે દિવસ પહેલાં જ એટલે કે રવિવાર, 27 જૂનના રોજ તેનાં ખાસ મિત્રો ઝહિર ખાન, સાગરિકા ઘાટગે, આશિષ ચૌધરી, સમિતા બાંગાર્ગી, નેહા ધૂપિયા તથા અંગદ બેદી સાથે પાર્ટી કરી હતી. મંગળવાર, 29 જૂનની સાંજે રાજની તબિયત અચાનક જ લથડી હતી. અને 30મીની વહેલી સવારે તેનું હાર્ટ એટેકથી નિધન થઇ ગયુ હતું.

આપને જણાવી દઇએ કે, મંદિરાઅને રાજે વર્ષ 2020માં જ દીકરી તારાને દત્તક લીધી હતી. 28 જુલાઇ 2020નાં રોજ તેમણે દીકરીને કૌશલ પરિવારનો ભાગ બનાવી હતી. જે અંગે પોસ્ટ ખુદ મંદિરાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર કરી હતી. તારાને જ્યારે દત્તક લેવામાં આવી ત્યારે તેની ઉંમર ચાર વર્ષ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *