બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને એક ભૂલ ભારે પડી, હવે ટ્રોલર્સ લઇ રહ્યા છે મજા

ખબરે

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ હંમેશા જ સોશિયલ મીડિયા પર કોઇક ના કોઇક વસ્તુ પોસ્ટ કરતા હોય છે. તેની સાથે જ તેઓ પોતાના દૈનિક કામ અંગેની જાણકારી પણ ફેન્સ સાથે શેર કરતા હોય છે. તાજેતરમાં બિગ-બીએ ફેસબુક પર એક પોસ્ટ કરી, જેના કારણે તેઓ ટ્રોલર્સના નિશાના પર આવ્યા છે. તેમણે બે મહાન શાયરના નામથી ફેક શાયરી પોસ્ટ કરી, જેના કારણે તેઓ ટ્રોલર્સના નિશાના પર આવ્યા છે.

હકીકતમાં અમિતાભ બચ્ચને સોમવારે મોડી રાત્રે પોતાના ફેસબુક અકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો. આ તસવીરમાં દાવો કરવામાં આવ્યો છે કે લખવામાં આવેલી બે શાયરી મશહૂર શાયર ગાલિબ અને ઇકબાલે લખી છે. જોકે આ બંને શાયરી ફેક છે અને બંને શાયરો સાથે તેનો કોઇ લેવાદેવા નથી. અમિતાભે વેરિફાઈ કર્યા વગર કોઇક જગ્યાએથી આ તસવીર ઉપાડી ફેસબુક પર શેર કરી. હવે તેને લઇ લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે. તસવીર શેર કરતા અમિતાભે લખ્યું છે કે ‘શાયરી વિરુદ્ધ શાયરી’.

અમિતાભ બચ્ચનને લોકો ટ્રોલ કરી રહ્યા છે. કોઈ તેમને ટીચર બદલવા માટે કહી રહ્યો છે, તો કોઈ તેમને પોસ્ટ કરતા પહેલા ક્રોસ ચેક કરવાનું જણાવી રહ્યા છે. એક પછી એક યુઝર સતત બિગ બીને ટ્રોલ કરી તેમને ભૂલ બતાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે તમારી ટીમ બદલો પ્રભુ, કૃપ્યા તપાસ કર્યા વગર પોસ્ટ ન કરો. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે આજે ગાલિબ જીવિત હોત તો આ પોસ્ટ જોઇ આપઘાત કરી લેતા. જોકે તમારે સંસદમાં હોવો જોઇએ, આ પ્રકારની શાયરી ગાલિબના નામે ત્યા બરોબર લાગે છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન ક્વિઝ શો કોન બનેગા કરોડપતિની 13મી સીઝનની શૂટિંગમાં વ્યસ્ત છે. ઉપરાંત તેમની ઘણી ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે અને કેટલીક ફિલ્મોની શૂટિંગ ખતમ થવાની છે. તેમના અપકમિંગ પ્રોજેક્ટ્સની લિસ્ટમાં ઝંડુ, ચહેરે, બ્રહ્માસ્ત્ર, મેડે સહિત બીજી પણ ફિલ્મો સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *