ઇન્ટરવ્યૂમાં કર્યો હતો ખુલાસો: રેખાને બનવું ન હતું અભિનેત્રી, મારી-મારીને બનાવી સ્ટાર

ખબરે

જો અભિનેત્રી રેખાનું નામ લેવામાં આવે તો એક તસવીર આંખ સમક્ષ ઉપસી આવે છે. અને તે તસવીર એકદમ સુંદર પણ છે. આજે રેખા ફિલ્મોમાં જોવા મળતી નથી પરંતુ તેમછતાં સુપરસ્ટાર છે. ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કેરિયર શરૂ કરનાર રેખા સાઉથ અભિનેત્રી હતી અને પછી કિસ્મત તેમને બોલીવુડ લઇ આવી. પરંતુ શું તમે જઍનો છો કે રેખા ક્યારેય અભિનેત્રી બનવા માંગતી ન હતી પરંતુ તેને મારી મારીને અભિનેત્રી બનાવવામાં આવી.

ઇન્ટરવ્યૂમાં રેખાએ કર્યો હતો ખુલાસો

એક જૂના ઇન્ટરવ્યૂંમાં રેખાએ ખુલાસો કર્યો હતો કે તેમને ક્યારેય અભિનેત્રી બનવું ન હતું. જ્યારે હિંદી ફિલ્મ માટે તેમને અપ્રોચ કરવામાં આવ્યો હતો તો તેમણે તે સમયે સ્પષ્ટ ના પાડી દીધી હતી. પરંતુ આ નસીબનો ખેલ હતો કે તેમને હિંદી સિનેમા જગતમાં આવવાની ઇચ્છ ન હોવા છતાં પણ હિંદી ફિલ્મ માટે સાઇન કરવામાં આવી. તે સમયે તે બિલકુલ પણ હિંદી બોલી શકતી ન હતી અને ના તો તેમને બોલીવુડમાં એક્ટિંગ કરવી હતી.

માતાની ઇચ્છા હતી રેખા મોટી અભિનેત્રી બને

જોકે, રેખા ભલે અભિનેત્રી બનવા માંગતી ન હતી પરંતુ તેમની માતાની ઇચ્છા હતી કે તેમની પુત્રી મોટી અભિનેત્રી બને. એટલા માટે જ્યારે હિંદી ફિલ્મોમાં કામ કરવાની તક મળી તો તેમણે આ તકને હાથમાંથી જવા ન દીધી. રેખાએ આ ઇન્ટરવ્યૂંમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં 6 વર્ષ તેમની પાસે બળજબરીપૂર્વક એક્ટિંગ કરાવવામાં આવી. તે શૂટીંગ પર જવા માંગતી ન હતી. ક્યારેક બિમારીનું બહાનું કરતી તો ક્યારેક કહ્યા વિના સેટ પરથી ગાયબ થઇ જતી હતી. પરંતુ 1975 માં આવેલી ઘર ફિલ્મ બાદ તેમને એક્ટિંગમાં રસ જાગ્યો અને તેમણે આ કામને ગંભીરતાથી લેવાનું શરૂ કરી દીધું. આ ફિલ્મ બાદ રેખાએ એક્ટિંગ પર બારીકાઇથી ધ્યાન આપવાનું શરૂ કર્યું અને તે સિલસિલો આજે પણ યથાવત છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.