એક સમયે ગોવિંદાને કામ આપનાર ડાયરેક્ટર લીલાધર સાવંત આજે જીવે છે ભયંકર આર્થિંક તંગીમાં

એક સમયના જાણિતા ડાયરેક્ટર અત્યારે ભ’યં’ક’ર આર્થિક તંગીથી ઝ’ઝૂ’મી રહ્યા છે. સાગર, દિવાના અને હત્યા જેવી 177થી વધુ ફિલ્મોના આર્ટ ડાયરેક્ટર લીલાધર સાવંતની હાલત ખ’રા’બ છે. તેઓ દાદાસાહેબ ફાળકે એવોર્ડ સહિતના અનેક પુરસ્કારથી સન્માનિત થયા છે. આર્ટ ડાયરેક્ટર તરીકે તેમણે ફિલ્મ જગતને ઘણું બધું આપ્યું છે.

તેમની પત્ની પુષ્પા સાવંતે આર્થિક તંગી અંગે કહ્યું હતું કે, અત્યારે ખૂબ મુશ્કેલીઓમાં જીવન જીવી રહ્યા છે. બોલિવૂડમાં 25 વર્ષ સુધી આર્ટ ડાયરેક્ટરના રૂપમાં કામ કરનાર લીલાધર અત્યારે ખૂબ બી’મા’ર અને લા’ચા’ર થઈ ગયા છે.

લીલાધર સાવંતની પત્નીએ કરી મદદની અપીલ

મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં લીલાધર સાવંતની પત્ની પુષ્પા સાવંતે બોલિવૂડના કલાકારોને અપીલ કરીને કહ્યું હતું કે, લીલાધરે જે લોકો સાથે કામ કર્યું છે, તેઓ મદદ કરવા માટે આગળ આવે. પુષ્પાએ જણાવ્યું કે, લીલાધરનું સ્વાસ્થ્ય ખૂબ ખ’રા’બ છે. તેમની બે બાયપાસ સ’ર્જ’રી થઈ ચૂકી છે. બે વખત બ્રેઇન હે’મ’રે’જના એ’ટે’ક એક પણ આવી ચૂક્યા છે. બી’મા’રીમાં તમામ સેવિંગ પૂરી થઈ ગઈ છે.

એકમાત્ર પુત્રનું કેન્સરના કારણે નિ’ધ’ન

મહારાષ્ટ્રના વાશીમ જિલ્લામાં આર્ટ ડાયરેક્ટર લીલાધર સાવંત તેમની પત્ની સાથે રહે છે. મીડિયાના અહેવાલ મુજબ તેમને એક દિકરો હતો. જેનું કેન્સરના કારણે નિ’ધ’ન થયું હતું. જયારે તેમની દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે. વર્તમાન સમયે પતિ-પત્ની રૂમ ભાડામાંથી આવતી આવક ઉપર નિર્ભર છે.

177 ફિલ્મોમાં કરી ચુક્યા છે ડાયરેક્શન

લીલાધર સાવંત ફિલ્મોમાં સ્ટેજ બનાવતા હતા. લીલાધરની પત્નીએ જણાવ્યું હતું કે, જ્યારે દિગ્દર્શક કીર્તિ કુમાર ફિલ્મ ‘હ’ત્યા’ બનાવી રહ્યા હતા, તે સમયે લીલાધરે ગોવિંદાને ફિલ્મમાં લેવાની વિનંતી કરી હતી. લીલાધરે 100 ડે’ઝ, દિવાના, સાગર, હ’ત્યા જેવી 177 ફિલ્મોમાં આર્ટ ડાયરેક્શન કર્યું હતું. તેમના કામ બદલ તેમને બાબા સાહેબ ફાળકે ફિલ્મફેર અને માનીકચંદ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના ઘરે મોટા મોટા એવોર્ડ સજાવટમાં છે પણ લીલાધર આર્થિક રીતે ખ’રા’બ હાલતમાં જીવી રહ્યા છે.

Leave a Comment