‘તારક મહેતા….’શોમાં નવી એન્ટ્રી, આ ગ્લેમરસ અભિનેત્રીને જોઈ લોકો દયાબેનને ભૂલી જશે

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેન્સ છેલ્લા કેટલાક સમયથી દયાબેનની રાહ જોઈ રહ્યા છે. કોમેડી શોમાં દયાબેનની ભૂમિકા ભજવનાર અભિનેત્રી દિશા વાકાણી ઘણા લાંબા સમયથી શોથી બહાર છે. પરંતુ હજુ પણ તેની વાપસીની અટકળો થઈ રહી છે. હવે આ શોમાં મેકર્સે ગ્લેમરનો તડકો લગાવવાનો નિર્ણય લીધો છે.

શોમાં થશે નવી એન્ટ્રી

શોના પ્રોડ્યુસર આસિત મોદી આ શોમાં કઈંક નવું લાવવા માટે નવી એન્ટ્રી પર વિચાર કરી રહ્યા છે. ટેલી ચક્કરના રિપોર્ટ મુજબ શોના પ્રોડ્યુસર આસિત મોદીએ શોમાં મસાલા કન્ટેન્ટ વધારવા માટે આ પગલું ભર્યું છે. આથી તેઓ હવે એક નવી અભિનેત્રીને શોમાં લાવવાના છે. રિપોર્ટ મુજબ ‘પરમાવતાર શ્રીકૃષ્ણ’થી ઓળખ મેળવનારી અભિનેત્રી સોની પટેલ હવે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં એન્ટ્રી કરવાની છે.

આવશે રોમાંચક ટ્વિસ્ટ

ખબરો મુજબ આ નવી અભિનેત્રીની એન્ટ્રી થતા જ શોમાં રોમાંચક ટ્વિસ્ટ પણ આવવાનો છે. આમ જોઈએ તો તારક મહેતા…શોમાં સોની પટેલની એન્ટ્રી દર્શકોને પાક્કુ નવું મસાલેદાર મનોરંજન પીરસશે.

આ પાત્ર હોઈ શકે

આ નવી ભૂમિકાની વાત કરીએ તો હાલ આગામી એપિસોડના તાણાવાણા કાળાબજારીને લઈને તૈયાર થઈ રહ્યા છે. આવામાં આસિત મોદી શોમાં નવી અભિનેત્રી લાવવાના છે. એવું બની શકે કે આ અભિનેત્રી પોપટલાલની પત્ની બનીને એન્ટ્રી લે. એ પણ બની શકે કે તે કોઈ વેપારી બનીને સામે આવે.

Leave a Comment