‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં આ 8 સિક્રેટ તમે ક્યારેય નહી જાણતા હોવ

સૌથી પ્રખ્યાત શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દરેક કલાકારનો એક અલગ અને અનોખો સંબંધ છે. આ શોમાં કેટલાક સિક્રેટ પણ છૂપાયેલા છે, જે આજે અમે તમારી સામી લાવીશું. જેવી રીતે આ શોને નિર્દેશિત કરવામાં આવી રહ્યો છે. જેને દેખ્યા બાદ લાગે છે કે, આ શો ખુબ લાંબા સમય સુધી ચાલશે. આ શોને નાના બાળકોથી લઇને મોટા લોકો પણ પસંદ કર છે. તો આવો જાણીએ શુ છે આ શો સાથે સંકળાયેલ કેટલાક સિક્રેટ-

આ સીરિયલમાં પિતા ચંપકલાલની ભૂમિકા કરનાર અભિનેતા અમિત ભટ્ટ, પુત્ર જેઠાલાલની ભૂમિકા કરનાર દિલિપ જોશીથી 9 વર્ષ નાના છે. આ ખબર વાંચીને તમને આશ્ચર્ય થયુ હશે પરંતુ આ એક સત્ય છે.

ટપુનું પાત્ર ભજવી રહેલ ભવ્ય ગાંધી અને તેનો દોસ્ત સંયમ શાહ ઉર્ફે ગુરુચરણ સિંહ સોંઢી (ગોગી) પિતરાઇ ભાઇ છે.

પોપટલાલની ભૂમિકા કરી રહેલ શ્યામ પાઠક અસલ જીવનમાં ચાટર્ડ એકાઉન્ટેન્ટ છે. તેમના ત્રણ બાળકો છે. જેમના નામ છે, નિયતિ, પાર્થ અને શિવમ.

મન્દાર ચાંદવડકર જે આત્મારામ તુકારામનાં રોલમાં જોવા મળે છે, ખરેખરમાં તે એક એન્જીનિયર છે.

સ્ક્રિન પર ભાઇ-બહેનની ભૂમિકા કરનાર દયા બેન અને સુન્દર લાલ અસલ જીવનમાં પણ ભાઇ-બહેન છે. તેમના નામ છે દિશા વકાની અને મયૂર વકાની. મયુર નાનો છે જ્યારે દિશા મોટી છે. ઓફ સ્ક્રિન કેમેસ્ટ્રીની જેમ તેમની ઓન સ્ક્રિન કેમેસ્ટ્રી પણ જોરદાર છે.

સુન્દર લાલની ભૂમિકા કરવનાર મયૂર એક કલાકાર છે. તમને જાણીને નવાઇ લાગશે કે, ચીનનાં રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે શૂટ પહેર્યો હતો. તે શૂટને પણ મયૂરે જ ડિઝાઇન કર્યો હતો. મયૂરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક મૂર્તિ પણ બનાવી છે.

બાઘા અને તન્મય વેકેરિયા આ સીરિયલમાં નિયમિત કલાકાર ન હતો. ઘણાં એપિસોડ્સમાં તે રિક્શા અને ટેક્સી ડ્રાઇવરની ભૂમિકામાં જોવો મળ્યો હતો. એકવાર જ્યારે નટૂકાકા રજાઓ પર ગયા હતાં ત્યારે બાઘાને તેમના પાત્ર માટે લેવામાં આવ્યો હતો. જો કે બાદમાં લોકોને તેનું પાત્ર એટલુ પસંદ આવ્યું હતું કે, તેને નિયમિત કરી દેવામાં આવ્યો હતો.

Leave a Comment