એરપોર્ટ પર દિશા પટનીનો ગ્લેમરસ લૂક, ક્રોપ ટોપ અને ટ્રેક પેન્ટ્સમાં લાગી હોટ

લાઇફસ્ટાઇલ

દિશા પટની અને ટાઈગર શ્રોફ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતાં. આ દરમિયાન ફિટનેસ લવર એક્ટ્રેસનો એવો લૂક જોવા મળ્યો હતો. જેને જોઈને ફેન્સ વખાણ કરતાં થાકતા નથી અને એક્ટ્રેસનો લૂક સુપરહોટ લાગી રહ્યો હતો.

દિશાએ ટ્રાવેલ માટે બ્લેક ટ્રેકપેન્ટ્સ અને તેની સાથે વ્હાઈટ ક્રોપ ટોપ પહેર્યું હતું. ટોપમાં ડીપ કટ નેકલાઈન, ફ્રન્ટમાં નોટ ડિઝાઈન અને સ્કિનફિટ સ્લીવ્સ હતી. આ લૂકને દિશાએ વ્હાઈટ સ્નીકર્સ સાથે કમ્પ્લીટ કર્યો હતો.

દિશાએ ભલે એથલેઝર આઉટફીટ પહેર્યા હોય. જે કૂલ લૂક આપી રહ્યાં હતાં. જોકે, તેમાં પણ કોઈ જ શંકા નથી કે તેણે જે રીતે આઉટફીટ દ્વારા પોતાના કર્વ્સ ફ્લોન્ટ કર્યા હતાં. એ તેને હોટ લૂક આપી રહ્યા હતાં.

હેન્ડસમ ટાઈગર શ્રોફ પણ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. હંમેશાની જેમ તેનો પણ કૂલ લુક અવતાર જ જોવા મળ્યો હતો.

ટાઈગરે બ્લેક લોઅર અને તેની સાથે સફેદ ટી શર્ટ પહેર્યા હતાં. તેમના પગમાં સફેદ સ્પોર્ટ્સ શૂઝ પણ જોવા મળ્યા હતાં. આ સમગ્ર કોમ્બિનેશન દિશાના લૂક સાથે મેચ કરતું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *