સુપરમાર્કેટમાં સરેઆમ શ્રુતિ હાસને બોયફ્રેન્ડને આપ્યું તસતસતું ચુંબન, બેસ્ટ ફ્રેન્ડ સાથે આપ્યો આ પોઝ

એક્ટ્રેસ શ્રુતિ હાસને પોતાના બોયફ્રેન્ડ શાંતનુ હજારિકાની સાથે સ્પોટ થતી રહે છે. એટલું જ નહીં તે સોશિયલ મીડિયામાં બોયફ્રેન્ડ સાથેના ફોટો પણ શેર કરતી હોય છે. હાલમાં જ શ્રુતિ હાસને પોતાની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા રામ અને શાંતનુ હજારિકાની સાથે મુંબઈના ગ્રોસરી સ્ટોરમાં શોપિંગ માટે ગઈ હતી. અને તેના ફોટો તેણે સોશિયલ મીડિયામાં શેર કર્યાં હતા.

શ્રુતિ હાસને શનિવારે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અમુક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો તે સુપરમાર્કેટમાં પોતાની દોસ્ત અમૃતા રામને હગ કરી રહી છે. તો પોતાના બોયફ્રેન્ડ શાંતનુ હજારિકાને માસ્ક પહેરીને જ કિસ કરતાં પણ ફોટો તેણે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

જણાવી દઈએ કે, શ્રુતિ હાસન અને શાંતનુ હજારિકા છેલ્લા અનેક વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. અને હાલમાં બંને જણા સાથે જ રહે છે. જણાવવામાં આવે છે કે શ્રૃતિએ હાલમાં જ એક પ્રોજેક્ટનું શૂટિંગ શરૂ કર્યું છે પણ આ અંગે હજુ કોઈ જાણકારી શેર કરી નથી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શ્રુતિ હાસન છેલ્લે આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થયેલ પવન કલ્યાણની ફિલ્મ વકીલ સાબમાં જોવા મળી હતી. તે જલ્દી જ પ્રભાસની સાથે સલારમાં જોવા મળશે. શ્રૃતિ હાસને વર્ષ 2009માં ફિલ્મ લકથી બોલિવૂડમાં પગ મૂક્યો હતો. તેણે ડી-ડે, રમિયા વસ્તાવઈવા, ગબ્બર ઈઝ બેક, વેલકમ બેક જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Leave a Comment