સ્કૂલ યુનિફોર્મમાં આવી લાગતી હતી બોલીવુડની અભિનેત્રીઓ, હવે બદલાયું રૂપ

બોલીવુડ અભિનેત્રીઓ હંમેશા પોતાની સુંદર તસવીરો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરતી રહે છે. ઘણીવાર અભિનેત્રીઓ પોતાની થ્રોબેક તસવીરો પણ શેર કરે છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર છવાય જાય છે. ઘણી અભિનેત્રીઓએ પોતાના બાળપણ અને સ્કૂલ ડેની તસવીરો ફેન્સ સાથે શેર કરી. આ તસવીરો ખુબ વાયરલ થઈ હતી. આજે અમે તમને દીપિકા પાદુકોણથી લઈને પ્રિયંકા ચોપડા સહિત અનેક અભિનેત્રીઓની સ્કૂલ યુનિફોર્મની તસવીરો દેખાડીશું.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડાની (Priyanka Chopra) શાળાના સમયની તસવીર સામે આવી છે. પ્રિયંકા સ્કૂલ ડેઝ સ્કૂલ કેબિનેટનો પણ ભાગ હતી અને નીલગિરી હાઉસની કેપ્ટન પણ રહી. પ્રિયંકાની આ તસવીર ખુબ વાયરલ થઈ ચુકી છે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણની આ તસવીર તેના બાળપણની છે. આ તસવીરમાં દીપિકા સર્ટીફિકેટ સાથે જોવા મળી રહી છે. સ્કૂલ ડ્રેસમાં જોવા મળી રહેલી દીપિકાના બોયકટ વાત હતા.

પરિણીતિ ચોપડા

પરિણીતિ ચોપડા (Parineeti Chopra) ની સ્કૂલ ડેની તસવીરો અમે તમારી માટે લાવ્યા છીએ. પરિણીતિ તેમાં યુનિફોર્મમાં તો જોવા મળી રહી નથી, પરંતુ આ તસવીર શાળાના દિવસોની છે.

દિશા પટણી

દિશા પટણીની સ્કૂલનો ફોટો હાલમાં વાયરલ થયો હતો. સલવાર શૂટમાં દિશા આ તસવીરમાં જોવા મળી હતી. તે દિવસોમાં દિશાના વાળ નાના હતા.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) એ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાના સ્કૂલના દિવસોનો એક ગ્રુપ ફોટો શેર કર્યો હતો. તેમાં તે હસી રહી છે. બે ચોટી અને સ્કૂલ યુનિફોર્મમાં શિલ્પા ક્યૂટ લાગી રહી છે.

તાપસી પન્નૂ

તાપસી પન્નૂ (Taapsee Pannu) ખુબ ભણેલી છે. તે રમત-ગમતના મામલામાં પણ આગળ રહી. તેની શાળાની દિવસોની એક તસવીર સામે આવી હતી, જેમાં તે કોઈ સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે.

ઉર્વશી રૌતેલા

ઉર્વશી રૌતેલાની સ્કૂલ યુનિફોર્મની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

યામી ગૌતમ

યામી ગૌતમ (Yami gautam) એ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર બાળપણની તસવીર શેર કરી હતી, જેમાં તે સ્કૂલ યુનિફોર્મમાં જોવા મળી હતી. યામીના સ્કૂલના દિવસોની આ તસવીર ખુબ જૂની છે. ત્યારે તેણે બોયકટ હેર સ્ટાઇલ રાખી હતી.

અમીશા પટેલ

અમીશા પટેલ ભલે હવે ફિલ્મમાં જોવા મળતી ન હોય પરંતુ તેની ફેન ફોલોઇંગમાં ઘટાડો થયો નથી. અભિનેત્રીની સ્કૂલ ડ્રેસની તસવીર થોડા દિવસ પહેલા વાયરલ થઈ હતી, જેમાં તે પોતાની મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.

Leave a Comment