પ્રિયંકા ચોપરાએ પોતાના નામે કર્યો વધુ એક રેકોર્ડ, બૉલીવુડમાં બધાને મુક્યા પાછળ

મનોરંજન

પ્રિયંકા ચોપરા નવા-નવા મુકામ મેળવી રહી છે. હાલમાં એમનું નામ ઇન્સ્ટાગ્રામની રિચ લિસ્ટમાં સામેલ થયું હતું અને હવે વધુ એક ખબર સામે આવી છે. એમના નામ પર એક નવો રેકોર્ડ નોંધાઈ ગયો છે.

રિચલિસ્ટમાં 27મુ સ્થાન મેળવ્યું

હોપર ઇન્સ્ટાગ્રામ રિચલિસ્ટ 2021માં પ્રિયંકાનું નામ સુમાર છે તો બીજી બાજુ તેઓ એક એવી એશિયન એક્ટર બની ગઈ છે, જેમણે ઇન્સ્ટાગ્રામ પર 65.5 મિલિયન(6 કરોડથી વધુ) સોશિયલ મીડિયા યુઝર્સ ફોલો કરે છે. એની સાથે જ જણાવી દઈએ કે હોપર ઇન્સ્ટાગ્રામ રિચલિસ્ટ 2021 અનુસાર પ્રિયંકા ચોપરાએ 27મુ સ્થાન મેળવ્યું છે.

એશિયામાં સૌથી વધુ ફોલોવર્સ

જણાવી દઈએ કે પ્રિયંકાએ બૉલીવુડના તમામ સ્ટાર્સને ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સમાં પાછળ છોડી દીધા છે. જણાવી દઈએ કે શ્રદ્ધ કપૂરના લગભગ 63 મિલિયન છે. દીપિકા પાદુકોણના 57.5 મિલિયન, આલિયા ભટ્ટના 53.9 મિલિયન અને અક્ષય કુમારના 51 મિલિયન ફોલોવર્સ છે.

વિરાટ કોહલીથી છે પાછળ

ઉલ્લખનીય છે કે એક બાજુ જ્યાં પ્રિયંકા ચોપરા બૉલીવુડમાં સૌથી આગળ છે ત્યાં જ વિરાટ કોહલીથી પાછળ છે. વિરાટ કોહલીના ઇન્સ્ટાગ્રામ પર 133 મિલિયન ફોલોવર્સ છે. મીડિયા રિપોર્ટ મુજબ હોલીવુડ એક્ટર ડ્વેન જોનશનના ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોવર્સ છે. એમને 251 મિલિયન યુઝર્સ ફોલો કરે છે.

પ્રિયંકાની ફિલ્મ

જણાવી દઈએ કે પ્રિયંકાની છેલ્લી ફિલ્મ ધ વ્હાઇટ ટાઇગર’ હતી. ત્યાં જ 2020માં હોલિવુડ ફિલ્મ ‘વી કેન બી હીરોઝ’માં જોવા મળી હતી. જણાવી દઈએ કે પ્રિયંકાના ખાતામાં ‘મેટ્રિક્સ’ સહીત ઘણા હોલીવુડ પ્રોજેક્ટ્સ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *