કેટરીનાથી લઈને દીપિકા સુધી, અહીં જુવો બોલિવૂડ સ્ટાર્સની પહેલી ઇન્સ્ટાગ્રામ તસવીર

આ દિવસોમાં દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર તેમની તસવીર અને વીડિયો શેર કરતા રહે છે. આ સ્થિતિમાં બોલિવૂડ સ્ટાર્સ પણ પાછળ નથી. ઘણીવાર બોલિવૂડ સ્ટાર્સ પણ તેના ચાહકો સાથે તેની તસવીર શેર કરે છે. સોશિયલ મીડિયા દ્વારા, દર્શકોને તેમના પ્રિય સ્ટાર્સને નજીકથી જાણવાની તક મળે છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામે તેના 10 વર્ષ પૂર્ણ કર્યા છે. તો આજની આ પોસ્ટમાં, અમે તમને બોલિવૂડના તે 5 સ્ટાર્સની પહેલી ઇન્સટાગ્રામ તસવીર અને તેના ફિલોઅર્સ વિશે જણાવીશું.

સલમાન ખાન: દબંગ ખાને 20 નવેમ્બર 2014 ના રોજ ઇન્સ્ટાગ્રામ પર પ્રવેશ કર્યો હતો. તેણે સૌથી પહેલા બહેન અર્પિતા અને આયુષ શર્માના લગ્નની એક તસવીર શેર કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર સલમાન ખાનના 36 મિલિયન ફોલોઅર્સ છે.

રણવીર સિંહ: રણવીરે 10 ડિસેમ્બર 2014 ના રોજ ઇન્સ્ટાગ્રામ પર પ્રવેશ કર્યો હતો. પહેલો વીડિયો શેર કરીને રણવીરે ચાહકોને તેની કારકિર્દીના 4 વર્ષો વિશે કહ્યું હતું. આ સિવાય તેણે પોતાની પહેલી ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’ના શૂટની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ પર રણવીરને ફોલો કરનારા લોકોની સંખ્યા 34.3 મિલિયન છે.

વરૂણ ધવન: બોલિવૂડના હેન્ડસમ હંક વરુણ ધવને 26 ડિસેમ્બર 2012 ના રોજ ઇન્સ્ટાગ્રામમાં પ્રવેશ કર્યો હતો. તેણે સૌથી પહેલા એક તસવીર શેર કરી જેમાં તે અર્જુન કપૂર અને તેના ભાઈ રોહિત ધવન સાથે જોવા મળ્યા હતા. વરુણને ઇન્સ્ટાગ્રામ પર 32.4 મિલિયન લોકો ફોલો કરે છે.

દીપિકા પાદુકોણ: દીપિકાએ 25 સપ્ટેમ્બર, 2013 ના રોજ એક વીડિયો શેર કરીને ઇન્સ્ટાગ્રામ પર પ્રવેશ કર્યો હતો. તે જ સમયે, દીપિકાએ તે જ વર્ષે ઓક્ટોબરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની પહેલી તસવીર શેર કરી હતી. દીપિકાની આ તસવીર તેના કોલેજના દિવસોની હતી. આ સિવાય ઇન્સ્ટાગ્રામ પર દીપિકાના 52.4 મિલિયન ફોલોઅર્સ છે.

કેટરિના કૈફ: બોલિવૂડની ચિકની ચમેલી એટલે કે કેટરિના કૈફે 27 એપ્રિલ 2017 ના રોજ ઇન્સ્ટાગ્રામ પર પ્રવેશ કર્યો હતો. કેટરિનાએ સૌથી પહેલા તેની એક સુંદર તસવીર શેર કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર કેટરીના કૈફના 44.4 મિલિયન ફોલોઅર્સ છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Comment