આ ગુજરાતી એક્ટરની પત્ની રાખડી વેચી જીવવા મજબૂર, કોરોનાએ હાલ કર્યા બેહાલ

ખબરે

કોરોના કાળમાં કામ ન મળવાના કારણે ઘણા એક્ટર્સ બીજા કામ કરવા મજબૂર બન્યા છે ત્યારે આ ગુજરાતી એક્ટરની પત્ની પણ રાખડી વેચી ગુજરાન ચલાવવા મજબૂર થઇ છે.

વંદના વિઠલાણીની મજબૂરી

View this post on Instagram

A post shared by Vipul Vithlani (@vipulmvithlani)

મળતી માહિતી અનુસાર એક્ટ્રેસ રાખડી બનાવીને વેચવા માટે મજબૂર થયા છે. એક રિપોર્ટ પ્રમાણે હમારી બહૂ સિલ્ક સિરીયલમાં જાનકી જોશીનું પાત્ર ભજવનાર વંદના હાલ રાખડી બનાવીને વેચી રહ્યાં છે. વંદનાએ કહ્યું કે, હાલ પેમેન્ટ નથી મળી રહ્યા અને જેટલી પણ બચત હતી એ બધી ખતમ થઇ જવા આવી છે. આ ને વર્ક ફેઝમાં આ કામ કરવા માટે તેઓ લાચાર થયા છે.

પેમેન્ટ પૂરુ નહોતુ મળ્યું

વંદનાએ વધુમાં જણાવ્યું કે, તેમણે મેથી લઇને ઓક્ટોબર 2019 સુધી શૂટિંગ કર્યુ હતુ, પરંતુ પેમેન્ટ મે સુધીનું જ મળ્યુ છે. આ વાતને એક વર્ષથી ઉપર થઇ ગયુ છે. તેમને મુસ્કાનમાં પણ એક રોલ મળ્યો હતો પરંતુ તે શૉ બે મહિનાની અંદર જ બંધ થઇ ગયો હતો. એ શૉનું પેમેન્ટ મળ્યુ હતુ પરંતુ તે ક્યાં સુધી ચાલે, તેમની સેવિંગ પણ પૂરી થઇ ગઇ છે.

View this post on Instagram

A post shared by Vipul Vithlani (@vipulmvithlani)

વંદનાએ વધુમાં જણાવ્યું કે, તેમણે મેથી લઇને ઓક્ટોબર 2019 સુધી શૂટિંગ કર્યુ હતુ, પરંતુ પેમેન્ટ મે સુધીનું જ મળ્યુ છે. આ વાતને એક વર્ષથી ઉપર થઇ ગયુ છે. તેમને મુસ્કાનમાં પણ એક રોલ મળ્યો હતો પરંતુ તે શૉ બે મહિનાની અંદર જ બંધ થઇ ગયો હતો. એ શૉનું પેમેન્ટ મળ્યુ હતુ પરંતુ તે ક્યાં સુધી ચાલે, તેમની સેવિંગ પણ પૂરી થઇ ગઇ છે.

સાથ નિભાના સાથિયાની મામી

પ્રખ્યાત ટીવી શો સાથ નિભાના સાથિયામાં વંદનાએ કામ કર્યુ અને ઘરે ઘરે જાણીતી થઇ હતી. ગોપીની મામી અને રાશિની મમ્મી તરીકે ખ્યાતિ પામેલી વંદના આજે રૂપિયા રૂપિયા માટે તરસી રહી છે. આજે તે રાખડીઓ વેચીને પોતાનું ગુજરાન કરી રહી છે.

View this post on Instagram

A post shared by Vipul Vithlani (@vipulmvithlani)

તમને જણાવી દઇએ કે, વંદના વિઠલાણી ગુજરાતી થિયેટર કલાકાર વિપુલ વિઠલાણીના પત્ની છે. બંને તેમના પરિવાર સાથે મુંબઇમાં રહે છે અને વિપુલ વિઠલાણી પણ હિન્દી સિરીયલ્સમાં કામ કરી ચૂક્યા છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડું ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.