બોલીવુડ ઈન્ડસ્ટ્રી પર રાજ કરનારા સલમાન ખાન આ 5 લોકોને માને છે પોતાના આઈડલ, તેમની સામે ઝુકાવે છે પોતાનું માંથુ

મનોરંજન

પ્રખ્યાત અભિનેતા સલમાન ખાનને દરેક વ્યક્તિ ઓળખે છે. સલમાન યારોના યાર છે, તો દુશ્મન માટે દુશ્મન છે. કેટલાક સ્ટાર્સ સલમાન ખાનથી ડરે છે પરંતુ સલમાન કેટલાક લોકોને ખૂબ જ માન આપે છે અને એવા 5 દિગ્ગઝ સ્ટાર્સ છે જેમની સામે સલમાન પોતાનું માથું નમાવે છે છે. દરેક વ્યક્તિ જાણે છે કે સલમાન ખાન બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા છે અને તેમની આગળ ઘણી મોટી હસ્તીઓ પોતાનું માથુ નમાવે છે, ખરેખર તે તેમના કામમાં વ્યસ્ત રહે છે અને દરેક ચીજોમાં એક્ટિવ પણ રહે છે. લોકો તેમની સાથે પંગો લેવાથી બચે છે અને સલમાન પણ જેની સાથે પંગો લે છે તેને છોડતો નથી, પરંતુ સલમાન ખાન જે લોકોને માન આપે છે તેમના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

અમિતાભ બચ્ચન: ઈન્ડસ્ટ્રીના સુપરહીરોનો આદર દરેક વ્યક્તિ કરે છે પરંતુ સલમાન ખાન સાથે બિગ બીનો એક અલગ જ પ્રેમ છે. બંનેએ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ઘણી ફિલ્મોમાં તેણે પિતા-પુત્રનો રોલ નિભાવ્યો હતો અને આ બંનેની બોન્ડિંગ ખૂબ જ મજબૂત છે. રીયલ લાઇફમાં પણ સલમાન હંમેશા બિગ બીના પગને સ્પર્શ કરે છે. અમિતાભ બચ્ચન અને સલમાને સાથે બિવી નંબર -1, ગોડ તુસી ગ્રેટ હો, બાગબાન, હેલો બ્રધર અને બાબુલ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

ધર્મેન્દ્ર: ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આયર્ન મેન ધર્મેન્દ્રએ ઘણી સુપરહિટ ફિલ્મો બનાવી છે. સલમાને હંમેશા ધર્મેન્દ્રને માન આપ્યું છે અને તેમને તેના પિતા માને છે. ધર્મેન્દ્રની સ્ટાઇલનો સલમાન નાનપણથી જ ચાહક છે. સલમાનનો ધર્મેન્દ્ર સાથે ખૂબ સારો સંબંધ છે અને તે તેમને ખૂબ માન આપે છે. સલમાન અને ધર્મેન્દ્રએ પ્યાર કિયા તો ડરના ક્યા, યમલા પગલા દીવાના ફિર સે માં સાથે કામ કર્યું છે. તે જ સમયે સલમાને ધર્મેન્દ્રની ફિલ્મ ટેલ મી ઓ ખુદામાં મહેમાનની ભુમિકા નિભાવી હતી, જેના માટે સલમાને કોઈ ફી લીધી ન હતી.

મિથુન ચક્રવર્તી: ઈન્ડસ્ટ્રીના ડાન્સર કિંગ મિથુન ચક્રવર્તી એક પ્રખ્યાત નામ છે. મિથુન ઘણાં ડાન્સ રિયાલિટી શોના ભાગ રહ્યા છે અને સલમાન ખાન તેમને ખૂબ જ માન આપે છે. આ સલમાન ખાન માટે આઈડલ છે અને એક વખત તેણે પોતાના એક ઈંટરવ્યૂમાં એમ પણ કહ્યું હતું કે તે મિથુન દા સાથે કામ કરવા ઈચ્છે છે. મિથુન પણ સલમાનને તેના પુત્રની જેમ માને છે, જણાવી દઈએ કે આ બંનેએ સાથે યુવરાજ, હીરોઝ, લકી, વીર અને કિક જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

સની દેઓલ: ઈંડસ્ટ્રીના સૌથી શક્તિશાળી અભિનેતા સની દેઓલને કહી શઈએ છીએ, જેમની એક્શન આગળ સલમાન ખાન પણ ફેઈલ છે. બંનેની મિત્રતા ખૂબ ગાઢ રહી છે અને ઘણીવાર તેઓ હમ્બલ નેચર સાથે મળ્યા છે. દેઓલ પરિવાર સાથે સલમાનનો સંબંધ ખૂબ જૂનો છે. અભિનેતા સલમાન સન્નીને તેનો મોટો ભાઈ માને છે અને બંનેએ સાથે જીત, હીરોઝ, યમલા પાગલા દીવાના અને હનુમાન દા દમદાર માં સાથે કામ કર્યું છે.

રજનીકાંત: ટોલીવુડ એટલે કે સાઉથ ઈંડિયન સિનેમાના ભગવાન માનવામાં આવતા અભિનેતા રજનીકાંતનું સમ્માન તો આખી બોલીવુડની દુનિયા કરે છે. ખરેખર સલમાન ખાને ઘણી વાર પોતાની વાતોમાં કહ્યું છે કે તે રજનીકાંતના પગ બરાબર પણ એક્ટિંગ નથી કરતા અને સલમાન દ્વારા કહેવામાં આવેલી આ વાત ખૂબ મોટી છે, જોકે બંનેએ સાથે હજી સુધી કોઈ ફિલ્મ કરી નથી. પરંતુ સલમાન ખાને તેમની સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *