રાધેના સેટ પર દિશા પટની માટે ‘ગાંઠિયા’ લઈને જતા હતા જેકી શ્રોફ, જાણો આ પાછળનું કારણ.

ખબરે

બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ અને દિશા પટની ની વચ્ચે લાંબા સમયથી રોમેન્ટિક રિલેશન હોવાની અટકળો કરવામાં આવી રહી છે. બંનેની વચ્ચે રિલેશનશિપને લઈ બી-ટાઇનમાં લાંબા સમયથી ચર્ચા છે. દિશા પટની અનેકવાર ટાઇગરની માતા આયશા અને બહેન કૃષ્ણા શ્રોફ ની સાથે સમય પસાર કરતાં જોવા મળી છે. હાલમાં જ ટાઇગરના પિતા જેકી શ્રોફ એ દિશાની સાથે પોતાના વર્કિંગ એક્સપીરિયન્સ વિશે વાત કરી. બંનેએ હાલમાં જ ‘રાધે’ મૂવી માં સાથે કામ કર્યું હતું. જેકીએ એક ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું કે, દિશાને ગાંઠિયા ખાવા ખૂબ જ પસંદ છે તેથી તેના માટે સેટ પર ખાસ ગાંઠિયા લઈને જતા હતા.

જેકી શ્રોફે ઇ-ટાઇમ્સ સાથેની વાતચીત દરમિયાન પોતાના દીકરા ટાઇગર શ્રોફ અને રૂ’મ’ર્ડ ગર્લફ્રેન્ડ દિશા પટનીની સાથે કામ કરવા વિશે જણાવ્યું. જેકીએ કહ્યું કે, દિશા રિયલમાં ખૂબ સિમ્પલ દેખાય છે, પરંતુ જ્યારે તે ડાન્સ કરે છે તો તે બિલકુલ કમાલની લાગે છે. તેના સોશિયલ મીડિયા પર અસંખ્ય ફોલોઅર્સ છે. મા’રા માટે આ બાળકો મા’રાથી ખૂબ જ આગળ છે. તેઓ અનુશાસિત છે અને તેમની પાસે સ્ટ્રોંગ વર્ક એથિક્સ છે.

જેકી શ્રોફ વધુમાં જણાવ્યું કે, હું મા’રા ફિલ્મની તમામ લીડિંગ લે’ડીનું સન્માન કરું છું. હું તે તમામ સાથે એક સમાન વ્યવહાર કરું છું, ભલે તે ન્યૂકમર હોય કે સીનિયર્સ હોય. આવા જ આદર સાથે મેં દિશા સાથે સેટની નૈતિકતા નિભાવી. પરંતુ હા, અમે સેટ પર અમારું ટિફિન શૅર કરતાં હતાં. તેને ગાંઠિયા ખાવા ખૂબ પસંદ છે અને હું તેના માટે ખાસ ગાંઠિયા લઈને જતો હતો.

આ પહેલા ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણાએ પણ પોતાના ભાઈના રિલેશનશિપ પર વાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ પોતાના નિર્ણય લેવા માટે કોઇ પર નિર્ભર નથી. કૃષ્ણાએ કહ્યું કે, હું મા’રા ભાઈને લઈ ઘણી પ્રોટેક્ટિવ છું, પરંતુ તે એક એ’ડ’લ્ટ છે અને પોતાના નિર્ણય જાતે લઈ શકે છે. તે જાણે છે કે તેના માટે શું યોગ્ય છે. મને લાગે છે કે હું મા’રા ભાઈને કોઈ સલાહ આપવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published.