ભારતની પહેલી અને એકમાત્ર મિસીસ વર્લ્ડ આજકાલ કરી રહી છે આ કામ, જાણીને તમે ચોંકી જશો.

મનોરંજન

જો આપણે બોલિવૂડમાં બ્રેઇન વીથ બ્યુટીની વાત કરીએ તો અભિનેત્રી અદિતિ ગોવિત્રીકરનું નામ મનમાં આવે. એક શાનદાર અભિનેત્રી હોવા ઉપરાંત, તે એક સારા ડૉક્ટર અને પ્રખ્યાત મો’ડ’લ પણ રહી ચૂકી છે. ઘણી સિરીયલો ઉપરાંત અદિતિ ગોવિત્રીકરે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે 2001 માં મિસીસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. અદિતી ગોવિત્રીકરના નામે અનેક સિદ્ધિઓ નોં’ધાયેલી છે.

અદિતિ ગોવિત્રીકરનો જન્મ 21 મે 1976 ના રોજ મહારાષ્ટ્રના પનવેલમાં થયો હતો. ફિલ્મોમાં આવી તે પહેલા તે પ્રખ્યાત મો’ડ’લ અને ડોક્ટર તરીકે નામના મેળવી ચુકી હતી. અદિતિ ગોવિત્રીકરે વર્ષ 1996 માં ગ્લેડ્રેગ્સ સ્પર્ધા જીતી હતી.

આ સાથે તેણે રિતિક રોશન સાથે કાયા સ્કિન ક્લિનિક, પોન્ડ્સ અને કોકા કોલાની જાહેરાત કરી હતી. આ પછી તે મો’ડ’લિંગની દુનિયામાં જાણીતું નામ બની, વર્ષ 2000 માં, અદિતિએ મિસીસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો. બીજા વર્ષે 2001 માં, તેણીને મિસીસ વર્લ્ડથી નવાજવામાં આવી. અદિતિ ગોવિત્રીકર મિસીસ વર્લ્ડ જીતનાર તે પ્રથમ અને એકમાત્ર ભારતીય છે.

મોડેલિંગમાં અદિતિ જાણીતી નામ બની ગઈ હતી. જોકે, તેને બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે ખુબ રાહ જોવી પડી હતી. 2002 માં ફિલ્મ સોચ સાથે બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ ફિલ્મ ’16 ડિસેમ્બર ‘માં તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ પછી, અદિતિ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી.

તેણે ‘બાઝ’, ‘પહેલી’, ‘દે ધના ધન’, ‘ભેજા ફ્રાય 2’ અને ‘હમ તુમ ઓર શબાના’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આપને જણાવી દઈએ કે બોલિવૂડમાં અદિતિ ગોવિત્રીકરની બહુ ઓછી ફિલ્મો છે જેમાં તે મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી છે, તે મોટાભાગની ફિલ્મોમાં સહ-કલાકારની ભૂમિકામાં હતી, જેમાં દર્શકોએ તેને ખૂબ પસંદ કરી હતી. અદિતીએ બિગ બોસ સીઝન 3 માં ભાગ લીધો હતો. વધુમાં, 2008 માં તેણે ખ’ત’રો કે ખીલાડીમાં ભાગ લીધો તેણે ટીવી સીરિયલ યે મેરી લાઇફ હૈ ભીમાં કામ કર્યું છે.

મુફઝાલ લાકડાવાળાથી અદિતિ ગોવિત્રીકર છૂટાછેડા લીધાં છે. તેને એક પુત્રી અને એક પુત્ર છે. અદિતિ છેલ્લે મરાઠી ફિલ્મ સ્માઇલ પ્લીઝમાં જોવા મળી હતી. આ સિવાય તેણે ઝી 5 પર વેબસીરીઝ પરછાઇમાં કામ કર્યું હતું. અદિતિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે જ્યાં તે સ્વાસ્થ્ય સંબંધિત માહિતી શેર કરતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *