હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા બોબી દેઓલ આજે તેમના લગ્નની 25 મી એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. દિગ્ગઝ અભિનેતા ધર્મેન્દ્રના નાના પુત્ર અને સન્ની દેઓલના નાના ભાઈ બોબી દેઓલે 30 મે 1996 ના રોજ તાન્યા દેઓલ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 25 વર્ષ પૂર્ણ થવા પર બોબીએ વિશેષ સ્ટાઈલમાં તેની પત્નીને શુભેચ્છા આપી છે.
પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેની અને પત્ની તાન્યાની કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરો શેર કરતી વખતે બોબી દેઓલે લખ્યું છે કે, તું મારું હૃદય, મારી આત્મા, મારી જહાન છો. હું તને હંમેશા હંમેશા માટે પ્રેમ કરીશ. 25 મી એનિવર્સરીની શુભકામનાઓ.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર બોબી દેઓલ અને તાન્યા દેઓલની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. ચાહકો પણ કપલને 25 મી એનિવર્સરી પર શુભેચ્છા આપી રહ્યા છે. બોબીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પત્ની સાથે કુલ 4 તસવીરો શેર કરી છે. આ બધી તસવીરો ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે.
ચાર તસવીરમાંથી બે તસવીર લગ્ન દરમિયાનની છે. અન્ય બે તસવીરોમાં બોબી અને તાન્યા એક બીજાની બાહોમાં છે. લગ્નના આઉટફિટમાં તાન્યા ખૂબ જ સુંદર લાગી રહી છે, જ્યારે બોબી પણ તેના લગ્ન દરમિયાન ખૂબ જ ખુશ અને હેન્ડસમ દેખાઈ રહ્યો છે. આ તસવીરને અત્યાર સુધીમાં 84 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે. સાથે જ ચાહકો પણ સતત કમેંટ્સ કરી રહ્યા છે. માત્ર ચાહકોએ જ નહીં પરંતુ બોલિવૂડ સ્ટાર્સે પણ આ કપલને શુભેચ્છાઓ પાઠવી છે.
ઘણા સેલિબ્રિટીઝે આપી શુભકામનાઓ:
બોબી દેઓલની પોસ્ટ પર કમેંટ્સ કરીને ઘણા સેલિબ્રિટીઝે તેમને લગ્નની 25 મી એનિવર્સરીની શુભેચ્છા પાઠવી છે. અભિનેત્રી હુમા કુરેશીએ હાર્ટ ઇમોજી સાથે લખ્યું છે, હેપી એનિવર્સરી પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ બે હાર્ટ ઇમોજીસ સાથે હેપી એનિવર્સરી લખ્યું છે. અભિનેતા ચંકી પાંડે એ કમેંટ કરતાં લખ્યું કે, લગ્નની 25 મી એનિવર્સરીની શુભેચ્છા બોબી દેઓલ અને તાન્યા દેઓલ. તો અભિનેતા વત્સલ શેઠે કમેંટમાં લખ્યું કે, હેપી એનિવર્સરી સાથે તેમણે દિલવાળું ઈમોજી પણ બનાવ્યું. તો ભારતના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ પણ કપલને શુભકામનાઓ આપતા હાર્ટ ઈમોજી સાથે હેપ્પી એનિવર્સરી લખ્યું છે. આ સ્ટાર્સ સાથે જ અન્ય ઘણા સેલિબ્રિટીઝે કપલને શુભકામનાઓ આપી છે.
જણાવી દઈએ કે, બોબી દેઓલની પત્ની તાન્યા લૂકની બાબતમાં ખૂબ જ સુંદર છે. તે તેની સુંદરતાથી બોલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. જોકે તે લાઈમલાઇટમાં રહેવાનું પસંદ કરતી નથી. તે એક સફળ બિઝનેસ વુમન છે. બોબીની સાસુ અને તાન્યાની માતા પણ એક બિઝનેસ વુમન છે. તમને જણાવી દઇએ કે, આજે તાન્યા દેઓલ અને બોબી દેઓલ બે પુત્રોના માતા-પિતા છે. એકનું નામ આર્યમાન દેઓલ અને એકનું નામ ધરમ દેઓલ છે. એક 21 વર્ષનો છે જ્યારે એક 14 વર્ષનો છે.
View this post on Instagram
બોબી દેઓલની પત્ની તાન્યાનો બોલિવૂડ સાથે દૂર-દૂર સુધી કોઈ સંબંધ નથી. તે એક ઈંટીરિયર ડિઝાઇનર તરીકે કામ કરે છે અને આ કામથી વાર્ષિક કરોડો રૂપિયાની કમાણી કરે છે. તાન્યા ધ ગુડ અર્થ નામનું ફર્નિચર અને હોમ ડેકોરેટર સ્ટોર ચલાવે છે અને આ ફર્નિચર સ્ટોર બોલિવૂડના મોટા સ્ટાર્સ વચ્ચે પણ લોકપ્રિય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, તાન્યાએ 2005 માં આવેલી બોલિવૂડ ફિલ્મ જુર્મ અને 2007 માં આવેલી ફિલ્મ નન્હે જેસલમેરમાં કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે કામ કર્યું છે.
જણાવી દઇએ કે, બોબીની પહેલી ફિલ્મ બરસાત દરમિયાન તેની મુલાકાત તાન્યા સાથે થઈ હતી. એક દિવસ બોબી મુંબઈમાં એક રેસ્ટોરંટમાં બેઠા હતા. આ દરમિયાન તેની નજર તાન્યા પર પડી. તાન્યા બોબીને પસંદ આવી ગઈ અને ત્યાર પછી બોબીને તરત શોધખોળ કરી તે કોણ છે. તાન્યા કેમેરાની નજરથી હંમેશા બચીને રહે છે, જોકે તે ઘણીવાર પતિ બૉબી સાથે ઈવેંટ્સમાં જોવા મળે છે.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડું ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.