સલમાન ખાનની સિક્રેટ ફેમિલી છે દુબઈમાં? પત્ની અને 17 વર્ષની પુત્રી? અભિનેતાએ આપ્યો જવાબ….

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન ની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોસ્ટ હેન્ડસમ બેચલર તરીકે પણ થાય છે. દબંગ ખાનના ચાહકો તેમને ફક્ત એક સવાલ કરતા રહે છે કે તે લગ્ન કયારે કરશે? સલમાન ખાનનું નામ આમ તો અનેક જાણીતી હિરોઈનો સાથે જોડાયેલું છે પરંતુ લગ્નના મંડપ સુધી કોઈ સં-બંધ પહોંચ્યો નથી.

સલમાનના લગ્ન પર ઉઠ્યા સવાલ

આવામાં જો કોઈ એમ કહે કે સલમાન ખાનના લગ્ન થઈ ગયા છે તો કદાચ જ કોઈ તેના પર વિશ્વાસ કરે. વાત જાણે એમ છે કે હાલમાં જ સલમાન ખાને આવા એક સવાલ પર મૌન તોડ્યું છે.

21થી શરૂ થયો આ શો

21 જુલાઈથી શરૂ થયેલા આ શો પિંચમાં સલમાન ખાન ગેસ્ટ તરીકે આવ્યો હતો. આ શોનો ફોર્મેટ છે કે ગેસ્ટે તેમના પર કરવામાં આવેલી ટ્વિટ્સને વાંચી સંભળાવવાની હોય છે. સલમાનને આમ તો સોશિયલ મીડિયા પર પોઝિટિવ રિસ્પોન્સ જ મળતો હોય છે પરંતુ એક વ્યક્તિ એવો પણ હતો જેણે સલમાનના લગ્ન પર સવાલ કર્યો હતો.

સલમાન ખાનની સિક્રેટ ફેમિલી પર સવાલ

આ વ્યક્તિએ ક હ્યું હતું કે સલમાન ખાનની સિક્રેટ ફેમિલી એટલે કે તેની વાઈફ અને એક 17 વર્ષની પુત્રી છે. જે દુબઈમાં રહે છે. અરબાઝે પણ એક કોમેન્ટ વાંચી સંભળાવી જે કોઈએ સોશિયલ મીડિયા પર લખી હતી કે ‘ક્યાં છૂપાઈ બેઠો છે ડરપોક, ભારતમાં બધા જાણે છે કે તુ દુબઈમાં તારી પત્ની નૂર અને 17 વર્ષની પુત્રી સાથે છે. ભારતના લોકોને ક્યાં સુધી મુરખ બનાવીશ?’

દંગ રહી ગયો સલમાન ખાન

આ કોમેન્ટ સાંભળ્યા બાદ સમલાન ખાન દંગ રહી ગયો. ત્યારબાદ તેણે કહ્યું કે આ કોના માટે છે? અરબાઝે કહ્યું કે આ બધું તેમના માટે લખાયું છે. જેના પર અભિનેતાએ કહ્યું કે ‘આ લોકોને ઘણું બધુ ખબર છે. પણ આ બધુ બકવાસ છે. મને નથી ખબર કે આ કોના વિશે વાત થઈ રહી છે અને આ ક્યાં પોસ્ટ કરાઈ છે.’

સલમાન ખાને વધુમાં કહ્યું કે ‘આ જે પણ છે, તેમને લાગે છે કે હું તેમને જવાબ આપવાનો છું. ભાઈ મારી કોઈ પત્ની નથી. હું ભારતમાં રહુ છું. 9 વર્ષની ઉંમરથી ગેલેક્સી અપાર્ટમેન્ટમાં રહુ છું. હું આ વ્યક્તિને જવાબ આપીશ નહીં. સમગ્ર ભારતને ખબર છે કે હું ક્યાં રહું છું.’

આ હસ્તીઓ પણ જોવા મળશે ગેસ્ટ તરીકે

નોંધનીય છે કે હવે સલમાન ખાનનો આ ઈન્ટરવ્યૂ ખુબ ચર્ચામાં આવી ગયો છે. અત્રે જણાવવાનું કે અરબાઝ ખાનના આ શોમાં ફરાહ ખાન, કિયારા અડવાણી, અનન્યા પાંડે, ટાઈગર શ્રોફ અને રાજકુમાર રાવ જેવી હસ્તીઓ પણ ગેસ્ટ તરીકે જોવા મળવાની છે. અરબાઝના શોની આ બીજી સીઝન છે. પહેલી સીઝન પણ ખુબ ચર્ચામાં રહી હતી.

Leave a Comment