આમીર ખાન અને કિરણ રાવના છૂટાછેડા વચ્ચે આ છે બોલિવૂડના સૌથી મોંઘા છૂટાછેડા, આ રેકોર્ડ આજે પણ અકબંધ

આજે બોલિવુડના સુપર સ્ટાર આમીરખાન અને કિરણરાવના છૂટાછેડા બાદ દેશના સૌથી મોંઘા છૂટાછેડાની ફરી ચર્ચા થવા લાગી છે. ભારતમાં અનેક ખ્યાતનામ દંપતિઓના છૂટાછેડા થયા છે. જેમાંથી અનેક કિસ્સાઓમાં સેટલમેન્ટ તરીકે કેટલા નાણા ચૂકવાયા તેની ક્યારેક વિગતો બહાર આવી નથી પણ ચર્ચાઓ મોટી ચાલી છે. સૌથી વધુ નાણા ચૂકવવાના સત્તાવાર આંકડા જોવામાં આવે તો તો તેમાં બોલિવૂડના સુપરસ્ટાર રિતીક રોશન-સુઝાનના ડિવોર્સ મોખરે છે. રિતીક રોશને નવેમ્બર ૨૦૧૪માં પત્ની સુઝાનને ડિવોર્સ બાદ સેટલમેન્ટ પેટે રૃપિયા ૪૦૦ કરોડ ચૂકવ્યા હતા. ગુજરાતમાં રાજીવ મોદી-મોનિકાએ ભારતમાં બીજા ક્રમના સૌથી મોંઘા છૂટાછેડા લીધા હોવાનું પણ ચર્ચાય છે.

કરિશ્મા કપૂરને પૂર્વ પતિ સંજય સાથે છૂટાછેડાના સેટલમેન્ટ બદલ મુંબઇના ખાર વિસ્તારમાં બંગલો મળ્યો હતો. ફરહાન અખ્તરે છૂટાછેડા બાદ પત્ની અધુનાને છૂટાછેડાના સેટલમેન્ટ પેટે મુંબઇના બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં ૧૦ હજાર સ્ક્વેર ફીટનો બંગલો આપ્યો હતો. બીજી તરફ સૈફ અલી ખાને વર્ષ ૨૦૦૦માં પૂર્વ પત્ની અમૃતા સિંહને છૂટાછેડા બાદ ભરણપોષણ પેટે રૃપિયા ૫ કરોડ અને તેમનો પુત્ર ૧૮ વર્ષનો થાય નહીં ત્યાં સુધી પ્રતિ માસ રૃપિયા ૧ લાખ ચૂકવવાની સંમતિ દર્શાવી હતી. આ અંગે સૈફે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘હું શાહરૃખ ખાન નથી કે મારી પાસે માતબર રકમ હોય.’ આમ અવારનવાર બોલિવૂડમાં છૂટાછેડા ત્યારે કેટલામાં થયા એ ચર્ચાનો વિષય બનતો હોય છે.

હૃતિક રોશન અને સુઝેન ખાન

૧૪ વર્ષના લગ્નજીવન પછી જ્યારે આ દંપત્તિએ છૂટા થવાની જાહેરાત કરી ત્યારે સૌ કોઈ અચંભિત થઈ ગયા હતાં. સુઝેન ખાને રૂપિયા ૪૦૦ કરોડની માગ કરી હતી. આખરે ૩૮૦ કરોડમાં છૂટાછેડા થયા હતા.

કરિશ્મા કપૂર અને સંજય કપૂર

રૂપિયા સાત કરોડમાં થયા છૂટાછેડા, આ સમય દરમિયાન સંજયે પોતાના બંને બાળકોના નામ પર ૧૪ કરોડ રૂપિયાના બોન્ડ ખરીદીને આપ્યા હતા. આ સિવાય કરિશ્મા ને સંજય ના પિતાનુ ઘર પણ આપવામાં આવ્યું હતું. આ સિવાય સંજય ભરણપોષણ પેટે અમુક રકમ દર મહીને આપે છે.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહ

રકમ ચુકવણીનો ખુલાસો ન થયો પણ મોંઘાદાટ છૂટાછેડા, અમૃતાને મળેલી એલિમની વિશે જોકે કોઈને ખ્યાલ નથી પણ એવું જાણવા મળ્યું છે કે, સેફે પોતાની સંપત્તિમાંથી અડધોઅડધ સંપત્તિ અમૃતાને આપી હતી અને બાળકનો ખર્ચ પણ આપ્યો હતો.

પ્રભુદેવા અને રામલત્તા

વર્ષ ૨૦૧૧માં રામલતાને ૨૦-૨૫ કરોડની પ્રોપર્ટી, ૧૦ લાખ રૂપિયા એલિમની અને બે એક્સ્પેન્સિવ કાર મળી હતી.

સંજય દત્ત અને રિયા પિલ્લઈની ચુકવણી

નવાઈની વાત તો એ હતી કે, ડિવોર્સ ફાઈનલ થયા પહેલાં જ રિયા અને લિઅન્ડરનું એક સંતાન પણ હતું! સંજયે ડિવોર્સ સાથે એલિમનીમાં ૮ કરોડ રૂપિયા અને એક મોંઘી કાર આપી હતી અને આ કારણે આ ડિવોર્સ પણ બોલિવુડના સૌથી એક્સ્પેન્સિવ ડિવોર્સમાંના એક બની રહ્યાં.

આદિત્ય ચોપરા અને પાયલ ખન્ના

આદિત્ય ચોપરાએ મોટી રકમ ચૂકવી છૂટાછેડા મેળવ્યા છે. પાયલે આદિત્ય પાસે એલિમનીમાં ઘણી મોટી રકમ માગી હતી, જે આપતાં આદિત્યને સમય લાગ્યો હતો. ઘણાં પ્રયાસો છતાંય આ ડિવોર્સ વિશે કોઈ માહિતી મળી શકી નથી. કેસની ડિટેઈલ્સ છૂપાવવામાં આવી હતી. આ છતાં એલિમનીની રકમ ખૂબ ઊંચી ધારવામાં આવે છે,જે આ ડિવોર્સને બોલિવુડના સૌથી એક્સ્પેન્સિવ ડિવોર્સની યાદીમાં સામેલ કરે છે.

રણવીર શૌરી અને કોંકણા સેન

વર્ષ ૨૦૧૫માં થયા હતા છૂટાછેડા. ભરણ પોષણ માટે રણવીર શૌરીએ મોટી રકમ ચૂકવી હતી. રણવીર શૌરી અને કૌંકણા સમજદાર કપલ ગણાતા હોવા છતાં કેમ છૂટાછેડા એ આજે પણ ચર્ચાનો વિષય છે.

Leave a Comment