અભિનેત્રી પ્રીતિ ઝિંટાના નાના ભાઈને હવે ઓળખવા પણ બની શકે છે મુશ્કેલ, માસૂમ ચેહરો હવે દેખાઈ છે કંઈક આવો

બોલિવૂડમાં દર વર્ષે ઘણી ફિલ્મો આવે છે. કેટલીક ચાલી શકે છે તો કેટલીક ફેલ થાય છે. આ બધા વચ્ચે કેટલીક ફિલ્મો એવી પણ હોય છે જે હિટ બને કે ફેલ જાય, પરંતુ હંમેશા માટે યાદ રહી જાય છે. આ યાદગાર ફિલ્મોમાંથી એક છે. શાહરૂખ ખાન-પ્રીતિ ઝિન્ટા અને સૈફ અલી ખાનની 18 વર્ષ પહેલા આવેલી ફિલ્મ કલ હો ના હો. આ ફિલ્મ હિન્દી સિનેમાની યાદગાર અને સફળ ફિલ્મોમાં ગણાય છે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ જબરદસ્ત છે, આ ફિલ્મમાં શાહરૂખ, પ્રીતિ અને સૈફ જેવા મોટા નામ ઉપરાંત જયા બચ્ચન, રીમા લગૂ, ડેલાનાઝ પોલ, લીલેટ દુબે અને સુષ્મા શેઠ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

આટલા બધા સ્ટાર્સ વચ્ચે બે અન્ય નામોએ પણ બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. આ ફિલ્મમાં બે બાળ કલાકારો પણ હતા. પહેલો ઝનક શુક્લા અને બીજો અથિત નાઈક. આજે આપણે આ લાંબી સ્ટાર કાસ્ટની વચ્ચે અથિત નાઈક વિશે વાત કરીશું. જે આ સમયે ઘણો બદલાઈ ચુક્યો છે. ફિલ્મ કલ હો ના હો માં આથિતની ભૂમિકા વિશે વાત કરીએ તો તેણે આ ફિલ્મમાં પ્રીતિ ઝિંટાના દિવ્યાંગ ભાઈ શિવનું પાત્ર નિભાવ્યું હતું. આ ભુમુકામાં નાના અથિતે પોતાની સુંદર એક્ટિંગથી બધાનું દિલ જીતી લીધું હતું.

અથિત નાઈક કલ હો ના હો પહેલાં પણ અન્ય ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુક્યો છે. તે અનુરાગ બસુની ફિલ્મ સયા અને 2002 માં આવેલી ફિલ્મ 23 માર્ચ 1931 ની ફિલ્મ – શહીદ ભગતસિંહ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે જોવા મળી ચુક્યો છે. અથિત નાઈક આજે ઘણો મોટો થઈ ચુક્યો છે. આ ફિલ્મમાં તે ખૂબ જ ક્યૂટ જોવા મળી રહ્યો હતો. આજ સુધીમાં અથિત નાઈક સાત ફીચર ફિલ્મ્સ, 176 કોમર્શિયલ્સ અને ટીવી શોમાં પોતાની એક્ટિંગ બતાવી ચુક્યો છે.

અચાનક એક્ટિંગથી દૂર થઈને અથિત બોલિવૂડથી દૂર ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ચાલ્યો ગયો. આ સમયગાળા દરમિયાન તેમણે 7 વર્ષ સુધી ફિલિપાઇન્સ, લોસ એન્જલસ, સાન ફ્રાન્સિસ્કો, પોર્ટલેન્ડ અને કાન્સમાં પોતાના ઉપર ખૂબ જ બારિકાઈથી કમ કર્યું. અથિત નાઈકે અત્યાર સુધીમાં 300 થી વધુ શોર્ટ ફિલ્મ્સ, 3 ફીચર ફિલ્મો, એક ટેલિવિઝન સિટકોમ અને 35 મ્યુઝિક વીડિયો બનાવ્યા છે.

અથિત પેટ્રિસે કોસેટ, ચાર્લી રોઝ, મિલ્ટન, સેન્ટિયાગો, બેન સ્ટેનલી, વિન્સ ટોટો જેવા મોટા નામો સાથે રહીને ઘણું શીખી ચુક્યો છે. 9 ડિસેમ્બર 2020 ના રોજ, અથિતે તેની ગર્લફ્રેન્ડ અક્ષદા કદમ સાથે લગ્ન કર્યા. અથિતે પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અથિતની પત્ની એક ડોક્ટર છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Comment